GUJARATJETPURRAJKOTUncategorized
જેતપુર નવાગઢ રેલવે અંડરબ્રિજ થયો ‘ખાડાબ્રિજ ‘ લોકો વેઠી રહ્યાં છે હાલાકી

તા.૨૫/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
દર ચોમાસે લોકોને એકની એક જ હાલાકી ભોગવી પડે છે, તંત્રના આંખ આડા કાન
જેતપુરમાં મોટો સાડી ઉદ્યોગ આવેલો છે, જેને લઈને વાહનોની અવર જવર પણ શહેરમાં વધુ રહેતી હોય છે. પણ હાલ ચોમાસાના કારણે જેતપુરથી નવાગઢ જવા માટે નવાગઢ રેલવે સ્ટેશન પાસે રેલવેનો અંડરબ્રિજ આવેલો છે.

જેમાં હાલ મસ મોટા ખાડા થઈ ગયેલ છે. જેને કારણે આ અંડરબ્રિજમાંથી પસાર થતા લોકો ભારે હાલાકી જણાવી રહ્યાં છે. લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારે અહીંથી દિવસમાં કામ ધંધા માટે અવાર નવાર નિકવાનું રહેતું હોય છે, જેને કારણે અમે ભારે અગવડતા ભોગવીએ છીએ. લોકોએ કહ્યું હતું કે જો તંત્ર દ્વારા આ અંડરબ્રીજનું યોગ્ય સમારકામ કરવામાં આવે તો લોકોને પડતી હાલાકી દૂર થાય એમ છે.

[wptube id="1252022"]








