કાલોલ તાલુકાના સગનપુરા કરૂણેશ વિદ્યામંદિર ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો.

તારીખ ૨૫/૦૭/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સગનપુરા કરૂણેશ વિદ્યામંદિર ખાતે “વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો”ના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણનો બહુ જ સુંદર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં શાળાના મંડળના સભ્યઓ, સરપંચ,ગ્રામજનો અને શાળાના તમામ સ્ટાફ મિત્રો પોતાના વિદ્યાર્થીઓ સાથે આ પવિત્ર કાર્યમાં જોડાયા હતા અને શાળાના પટાંગણમાં આશરે ૨૦૦ જેટલા વિવિધ પ્રકારના જાસુદ, મોગરો, ગલગોટા,તુલસી, અરડુસી,લીમડો,બીલીપત્ર,દાડમ વગેરે છોડ વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવીને વૃક્ષારોપણના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.શાળાના આચાર્ય અલ્પેશભાઈ સુથારે વૃક્ષારોપણનું વર્તમાન સમયમાં શું મહત્વ છે તે વિશે બહુ જ સુંદર વાતો કરી હતી.તેમજ કાર્યક્રમના અંતે આવેલ મહેમાન ઓનો તેમજ તમામ સ્ટાફ મિત્રો,વિદ્યાર્થીઓનો આ પવિત્ર કાર્યમાં જોડાવા બદલ ખુબ આભાર માન્યો હતો.










