JUNAGADHKESHOD

કેશોદમાં અંડરગ્રાઉન્ડ દુકાનો માં પાણી ભરાઈ જતાં વેપારીઓ પરેશાન મોટરો મુકી પાણીનો નિકાલ કરવા છતાં ઉકેલ આવતો નથી

કેશોદ પંથકમાં બિપરજોય વાવાઝોડાં સાથે શરૂ થયેલો વરસાદ સાઈઠ ઈંચ જેટલો પડ્યો છે ત્યારે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આવી કપરી પરિસ્થિતિમાં કેશોદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા વાણીજ્ય હેતુથી બનાવેલ બહુમાળી બિલ્ડીંગ માં અંડરગ્રાઉન્ડ દુકાનો માં પાણી ભરાઈ જતાં માલ સામાન ને નુકસાન થયું છે. વેપારીઓ દ્વારા મોટર મુકીને પાણી ખેંચવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ મેઘરાજા વિરામ લેતાં ન હોય અને જમીનમાંથી પાણી છુટતાં વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેશોદ નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ દુકાનો બનાવવા બિલ્ડરો ને બાંધકામ ની મંજુરી આપતી વખતે પંપીંગ ની વ્યવસ્થા કરવાની શરતે આપવામાં આવી હોય ત્યારે બિલ્ડરો દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવતાં વિના કારણે વેપારીઓ નુકસાની વેઠી રહ્યાં છે કેશોદ શહેરમાં અમુક વિસ્તારોમાં ખોદકામ કરી મેટલીગ કરી રોડ બનાવવાને બદલે હયાત રોડ પર જ રોડ ઉંચા બનાવવામાં આવતાં દુકાનો નીચે આવી જતાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બને છે ત્યારે જવાબદાર વેપારી સંગઠનો દ્વારા જવાબદાર તંત્ર ને રજુઆત કરવામાં આવે તો નાનાં નાનાં વેપારીઓ નુકસાની નો ભોગ બનતાં અટકી શકે

રીપોર્ટર – અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button