
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૪.૭.૨૦૨૩
કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ તેમજ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ હાલોલ દ્વારા હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યોજાયેલ રક્તદાન શિબિરમાં બપોર સુધી ૮૫ રક્તદાતા ઓ એ રક્ત દાન કર્યું હતું.હાલોલ નગર ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ બોહળો છે. તેઓ સામાજિક પ્રવર્તીઓ અવાર નવાર કરતા હોય છે.જેમાં કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ હાલોલ તેમજ પાટીદાર સનાતન સમાજ હાલોલ દ્વારા રક્તદાન એ મહાદાન ના એમ સાથે પ્રતિવર્ષે રક્તદાન શિબિર નું આયોજન કરે છે.જેને લઇ આ સમાજ દ્વારા ગોધરા રોડ સ્થિત તેઓના ઉમા ભવન ખાતે હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર, ઈન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેને લઈ આ સમાજ ના લોકો તેમજ અન્ય રક્તદાતાઓ ઉપસ્થિ રહી રક્ત દાન કર્યું હતું બપોર સુધીમાં ૮૫ રક્તદાતા ઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.










