PANCHMAHAL

હાલોલ- પાવાગઢ રોડ ઉપર આવેલ કાળીભોઈ ત્રણ રસ્તા પાસેથી પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે એક પરપ્રાંતીય યુવકની એલસીબી પોલીસે કરી ધરપકડ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૪.૭.૨૦૨૩

હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ કાળીભોઈ ત્રણ રસ્તા ઉપર થી હાથ બનાવટ ની પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે એક પરપ્રાંતીય યુવક ની જિલ્લા એલસીબી પોલીસે ધરપકડ કરી છે.યુવક હાલોલ ખાતે પાવાગઢ રોડ ઉપર ગોળીબાર વિસ્તાર માં રહેતો હોવાનું અને તેને હથિયાર મધ્ય પ્રદેશ ના યુવક પાસેથી ખરીધ્યું હોવાનું પોલોસને જણાવ્યું છે.હાલોલ ના પાવાગઢ તરફ હાલોલ બાયપાસ રોડ પાસે એક યુવક હાથ બનાવટ ની પિસ્તોલ અને જીવતા કારતુસ લઈ વેચાણ કરવા ગ્રાહક શોધી રહ્યો હોવાની બાતમી જિલ્લા એલસીબી ના હેડ કોન્ટેબલ દિગ્પાલ સિંહને મળતા જિલ્લા એલસીબી ની ટીમ સક્રિય બની હતી અને સત્વરે બાતમીના સ્થળે પહોંચી હતી અને વોચ ગોઠવી યુવક ને ઝડપી પાડ્યો હતો. આંતર રાજ્ય માંથી હથિયારો ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવાના પ્રયાસો અને સૂચનાઓ ને ધ્યાને રાખી જિલ્લા એલસીબી એ હથિયારો સપ્લાય કરવાના નેટવર્ક ઉપર ચાંપતી નજર રાખતા એક ઈસમ પિસ્તોલ લઈ વેચાણ કરવા ફરતો હોવાની વિગતો મળી હતી.હાલોલ ના પાવાગઢ રોડ ઉપર ગોળીબાર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતો થંગમ ઉર્ફે તંગમ પેરૂમલ તેવર ને સાંજે પોલીસે ઘેરી લીધો હતો.અને તેની પાસે થી પિસ્તોલ અને બે નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા.યુવક મૂળ તામિલનાડુ ના મદુરાઈ જિલ્લાના શેદાપટ્ટી પેરાઇચુર ની ઇસ્ટ સ્ટ્રીટ નો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.પિસ્તોલ સાથે ઝડપાયેલા થંગમ તેવારે આ હથિયાર મધ્ય પ્રદેશ ના લક્ષ્મણ નાથુભાઈ કુસ્વાહા પાસેથી ખરીદી હોવાની વિગતો પણ સામે આવી છે.લક્ષમણ નાથુ કુસ્વાહા મધ્ય પ્રદેશ ના ભીંડ જિલ્લાના લાહલ્લી તાલુકાના પ્રજાપતિ મહોલ્લા માં રહે છે અને એ ગુજરાત માં હથિયાર ઘુસાડવાના નેટવર્ક સાથે સંડોવાયેલા હોવાની શંકાઓ છે. તેને આ પિસ્તોલ અને બે કારતુસ વેચવા માટે હાલોલ ના થંગમ ને આપ્યા હતા. પોલીસે હથિયાર સાથે ઝડપાયેલા તામિલનાડુ ના થંગમ તેવર ને પકડી પાડ્યો છે. અને હાલોલ ટાઉન પોલીસ માં આર્મ એક્ટ હેઠળ બંને આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.પોલીસે મધ્ય પ્રદેશ થી ગુજરાત માં હથિયાર ઘુસાડનાર લક્ષમણ કુસ્વાહા ની તલાસ આરંભી છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button