PANCHMAHAL

હાલોલમાં મોહરમ પર્વને લઇ હાલોલ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૨૩.૭.૨૦૨૩

આગામી 29 જુલાઈ શનિવારના રોજ મુસ્લિમ બિરાદારોના પવિત્ર તહેવાર એવા મોહરમ પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરવામાં આવનાર છે.તે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે પીઆઇ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે મોહરમ પર્વને લઈને તાજીયા નું જુલૂસ નીકળશે તે રૂટ વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને હાલોલ નગરના વિસ્તારોમાં શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઈ રહે અને આગામી મોહરમ પર્વનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.બેઠકમાં હાલોલ નગરના હિન્દુ તેમજ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button