
તારીખ ૨૩/૦૭/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
દક્ષિણ ગુજરાત પ્રાંતની બેઠકમાં મળેલ સૂચના અનુસાર આજ રોજ શ્રી પાર્શ્વ દિગંબર ચેરીટેબલ ટ્રસ્ટ, પદ્માવતી નગર,બેઢિયા તા. કાલોલ સ્થાને પંચમહાલ જિલ્લાની વિસ્તૃત બેઠકનું આયોજન થયું હતું બેઠકમાં આવનાર સમયમાં સંગઠનાત્મક કાર્યક્રમો,જિલ્લાના દરેક પ્રખંડમાં બાકી રહી ગયેલ સમિતિ પૂર્ણ કરવી અને ગ્રામ સ્તર સુધી સંગઠનનો વ્યાપ વધે, આગામી સમયમાં આવનારા પર્વોની ઉજવણી, અખંડ ભારત સંકલ્પ યાત્રા, સેવા અને સમરસતા એવા વિવિધ વિષયોની ચર્ચા થઈ.બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ ગૌશાળાની ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું. બેઠકમાં દ.ગુ. પ્રાંત સંગઠન મંત્રી ચંદ્રકાન્તભાઈ ઉપાધ્યાય,દ.ગુ. પ્રાંત ઉપાધ્યક્ષ વિનોદભાઈ બ્રહ્મભટ્ટ તથા ગીરીશભાઈ નલવાયા, દ.ગુ. પ્રાંત સહ મંત્રી ઇમેશભાઈ પરીખ, વિભાગ મંત્રી દિલીપભાઈ રાણા વિભાગ સંગઠન મંત્રી રામભાઈ ભરવાડ,બજરંગદળ સંયોજક જલ્પેશભાઈ, જિલ્લા અધ્યક્ષ મનુભાઈ ભગત,જિલ્લા મંત્રી વિશાલભાઈ પંચાલ તથા જિલ્લા અને પ્રખંડની આયામ સહિતની ટિમ ઉપસ્થિત રહીને ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.