PANCHMAHAL

કાલોલ:મજુર અદાલત ગોધરા દ્વારા 108 ના ડ્રાઇવર ને નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાનો આખરી આદેશ

તારીખ ૨૩/૦૭/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત સરકાર દ્વારાઅમદાવાદ મુકામે આવેલ જીવીકે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ દ્વારા ૧૦૮ ઈમરજન્સી સેવામાં તારીખ ૨૫/૮/૦૮ થી દાહોદ જિલ્લાના જુદા જુદા લોકેશન ઉપર ફરજ બજાવતા ભાટીયા નવીનચંદ્ર રમેશચંદ્ર ને સંસ્થાએ કોઈપણ જાતના વ્યાજની કારણો સિવાય ૧૦૮ ઈમરજન્સી સેવા માંથી ગેરકાયદેસર નોકરીમાંથી છુટા કરી દીધેલ છુટા કરતાં સમય તેઓને કોઈ નોટિસ નોટિસ પગાર બેકારી વળતર કે બચાવ પક્ષની તક આપ્યા સિવાય છુટા કરી દેતા તેઓને થયેલ અન્યાય બાબતે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરી તેમને થયેલ અન્યાય બાબતે રજૂઆતો કરતા જે ધ્યાને લઈ ફેડરેશનના પ્રમુખ દ્વારા આઈ ડી એક્ટ કલમ૧૦ (૧) હેઠળ મદદનીશ શ્રમ આયુક્ત ગોધરા સમક્ષ ફરિયાદ દાખલ કરે જે કામે સુખદ સમાધાન ન થતા આ કામ નામદાર મજુર અદાલત ગોધરા સમક્ષ ન્યાય નિર્ણય માટે રેફરન્સ કરવામાં આવેલ જેનો કેસ નંબર ૪૫/૧૪ પડેલ જે કેસમાં અરજદાર નુ લેખિત નિવેદન ફાઈલ કરવામાં આવેલ તેનો જવાબ સંસ્થા તરફથી નકારાત્મક આપવામાં આવેલ સંસ્થાના જવાબને પડકારમાં ફેડરેશન દ્વારા અરજદારના માલિક અને કામદાર તરીકે ના પ્રસ્થાપિત થતા જરૂરી દસ્તાવેજો આ કામે રજૂ કરે ત્યારબાદ આ કેસની કાનૂની કાર્યવાહી હાથ ધરાતા અરજદાર તરફે પેનલ એડવોકેટ શિતેશ એ ભોઈ તથા વૈભવ આઈ ભોઈ હાજર રહી કે રજૂસાત કરવામાં આવેલ દસ્તાવેજો આધારિત જોરદાર દલીલો કરતા કેશમાં પડેલા પુરાવા આધારિત મજૂર અદાલત ગોધરાના પ્રમુખ અધિકારી હિતેશકુમાર એ મકા દ્વારા હુકમ જારી કરતા જણાવ્યું છે કે અરજદાર નવીનચંદ્ર આર ભાટિયાને નોકરીમાંથી છૂટા કરવાનું પગલું ગેર વ્યાજબી, ગેરકાનૂની ઠેરવી તેઓને નોકરી માં પુનઃસ્થાપિત કરવાનો નો આખરી આદેશ ફરમાવે છે જે આદેશથી ૧૦૮ ઈમરજન્સીમાં સેવા ફરજ બજાવતા આમ ડ્રાઇવર પાયલોટ તેમજ અન્ય કામદારોમાં આનંદની લાગણી પ્રસરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button