હાલોલ-રામેશરા ગામ પાસે નર્મદા કેનાલમાં ઝંપલાવનારા સગીર યુવક-યુવતીની લાશ મળી,પરીવારજનોમા શોક છવાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૦.૭.૨૦૨૩
હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો એક યુવક અને યુવતી એ ગત રોજ રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં છલાંગ લગાવી હોવાની શંકા ને લઇ હાલોલ ગ્રામ્ય પોલીસે હાલોલ તેમજ વડોદરાના ફાયર ટીમની મદદ લઇ તેમની શોધખોળ આદરી હતી.ગત રોજ બુધવાર ના દિવસે મોડી સાંજ સુધી આ બંને નો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે ગુરુવાર ના રોજ ફરીથી વડોદરાની ફાયર ટીમ દ્વારા શોધખોળ કરતા બપોરે બનાવ સ્થળેથી એક કિલોમીટર દૂર આ બંને ના મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ કરાવી તેમના પરીવારને સોંપ્યો હતો.બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ સવારના સમયે હાલોલ ના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ની પાળી ઉપર એક ઓઢણી, બે ચંપલ ની જોડ અને બે મોબાઈલ ફોન કેનાલની પાળી પરથી મળી આવતા તેઓ બંને કેનાલના પાણીમાં કૂદી પડ્યા હોવાનું અનુમાન અનેક શંકાઓને લઇ હાલોલ ગ્રામ્ય પોલીસે હાલોલ તેમજ વડોદરાના ફાયર ટીમની મદદ લઇ તેઓની શોધખોળ આદરી હતી.પોલીસે મળેલા મોબાઈલ ના આધારે અને ખાનગી રાહે તપાસ કરતા આ યુવક યુવતી હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નો યુવક અને તેજ ગામ ની સગીર બાળા એક દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇ તે બંને ના પરીવારજનો ને આ બનાવ અંગે વાકેફ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને બનાવ સ્થળેથી મળી આવેલ ચંપલ અને મોબાઈલ ઉપર થી ઓળખ થઇ હતી કે આ બંને તેજ છે.પોલીસે આ બન્ને કેનાલના પાણીમાં કૂદી પડ્યા હોવાનું અનુમાન અનેક શંકાઓને લઇ હાલોલ તેમજ વડોદરાના ફાયર ટીમની મદદ લઇ તેઓની શોધખોળ શરુ કરી હતી પરંતુ ગત રોજ મોડી સાંજ સુધી તે બંને નો કોઈ પત્તો લાગ્યો ન હતો પરંતુ આજે સવારે ફરીથી તેની શોધખોળ કરતા બપોરે બનાવ સ્થળેથી એક કિલોમીટર દૂર આ બંને ના મૃતદેહ મળી આવ્યા હતા.પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ કરાવી તેમના પરીવાર ને સોંપ્યો હતો.