હાલોલ-આંખોમા થતી પિકઆઈ નામની બિમારીના કેસોમાં વધારો,સારવાર કરાવા માટે હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૦.૭.૨૦૨૩
હાલોલ નગરમાં આંખોની તકલીફો વાળા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.છેલ્લા બે દિવસ થી હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને આંખોના દવાખાનાઓ બહાર દર્દીઓની કતારો જોવા મળે છે. આજે હાલોલ સામુહિક અરોગ્ય કેન્દ્ર માં સવારે ઓપીડી શરૂ થતાં બે કલાક માં જ 100 જેટલા દર્દીઓ ને સારવાર આપવામાં આવી હતી. પિંક આઈ નામની બીમારી ના લક્ષણો મોટાભાગે માં દર્દીઓ માં જોવા મળી રહ્યા છે.ત્યારે નાના બાળકો માં પણ આ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે.હાલોલ માં આંખો ની તકલીફો વાળા દર્દીઓ ની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ચોમાસના ભેજ વાળા વાતાવરણ ને લઈ ઝડપથી આંખો નું ઇન્ફેક્શન વધી રહ્યું છે. ત્યારે હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં અને ખાનગી દવાખાનાઓ માં આંખો ની સારવાર માટે આવનારા દર્દીઓ વધારે નોંધાઈ રહ્યા છે. પિંક આઈ અને કન્ઝક્ટિવિટી નામે ઓળખાતા આંખો ના આ ઇન્ફેક્શન નો ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે.ત્યારે હાલોલ શહેરમાં પણ આ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું હોવાનું જોવા મળ્યું છે.હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંખોની સારવાર કરતા ડોક્ટર અને મેડિકલ ઓફિસર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ ઇન્ફેક્શન વાળા દર્દીઓ ના કેસ ની સંખ્યામાં વધારો થયો છે. આજે સવારે બે કલાક માં જ 100 થી વધારે દર્દીઓ ને સારવાર આપવામાં આવી છે. આંખો માં નાખવાના ટીપાં અને દવા ગોળી પણ મફત માં આપવામાં આવે છે. મહિલાઓ અને બાળકો ના કેસ વધારે જોવા મળી રહ્યા છે ત્યારે મેડિકલ ઓફિસરે આંખ લાલ થઈ જાય, સતત પાણી પડે કે આંખો માં અન્ય કોઈ તકલીફ જણાય તો તત્કાલિત આંખોની તપાસ અને સારવાર કરાવવા જણાવ્યું છે. ઘર માં રહેલી જૂની દવાઓનો ઉપયોગ ન કરતા સરકારી દવાખાને જઈ આંખોની તપાસ કરાવી જે ટીપાઓ આપવામાં આવે તે નો ઉપયોગ કરવા સૂચન કર્યું છે.










