શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુરનાં ચાર હજાર જેટલાં વિદ્યાર્થીઓને તુલસી છોડ અર્પણ કરી તુલસી પૂજનના સંકલ્પ અપાયા

19 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તુલસી ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનવ જીવન માટે સર્વ રીતે કલ્યાણકારી છે. તેથી પ્રત્યેક સુસંસ્કૃત કુટુંબમાં તુલસીનો ક્યારો અવશ્ય જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં તુલસી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઔષધીય રીતે પણ ખૂબ જ ગુણકારી મનાય છે. શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગોમાં આજ રોજ તુલસી છોડ વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની શ્રીમતી સાળવી પ્રા.શાળા, શ્રી કે.કે.ગોઠી હાઇસ્કૂલ અને સ્વસ્તિક મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજની દીકરીઓ સહિત ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓને આ તુલસીનો છોડ આપી, તુલસીના છોડને પોતાના ઘરે વાવીને તેનું જતન સાથે પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કાર મળી રહે એવા શુભાશય સાથે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન શાળા નિયામક મહેન્દ્રભાઇ પંચાલ, હાઇસ્કૂલ વિભાગ આચાર્ય મણીભાઈ સુથાર, મહિલા કોલેજના આચાર્ય નેહલબેન પરમાર,પ્રાથમિક વિભાગના આચાર્ય મહેશભાઇ પટેલ,ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત તેમજ તમામ સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતું.



