પીંગળી અને વેજલપુર રેલ્વે ફાટક પર ઓવરબ્રિજની કામગીરીથી રસ્તામાં પડેલ ભંગાણના ખાડા પુરવા રાહદારીઓ મજબૂર.

તારીખ ૧૯/૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ વેજલપુરથી કાનોડ રોડ પર રેલવે ફાટક પર ઓવર બ્રિજની કામગીરી ચાલુ છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ કામગીરીના લીધે સાઈડ પર રસ્તામા ભંગાણ થયેલ છે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા જેના કારણે શિક્ષકો તથા એડવોકેટ સહિત કેટલાક રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.અને કેટલીક ફોર વ્હીલર નીચે એન્જીન કવર પર તૂટયા છે. જેને કારણે રાહદારીઓ જાતે ખાડા પુરી રહ્યા છે.તંત્રના કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ રોડ ઉપર જોવા મળતા નથી અને જવાદારતંત્રની નિષ્કાળજી આંખે વળગે એવી રીતે દેખાઈ રહી છે ત્યારે આની રજુઆત કોને કરવી??બીજી બાજુ કાલોલથી ડેરોલ સ્ટેશન માર્ગ પરથી કાનોડ જવા પણ પીંગળી ફાટક પર પણ ઓવર બ્રિજનું કામ ચાલુ છે ત્યાં પણ કોઈપણ પ્રકારનું ડ્રાયવર્ઝન આપેલ નથી.જેથી પીંગળી કે કાનોડ જતા રાહદારીઓ ને ખંડેવાળ નેસડા બાજુ ફરીને જતા ત્યાં પણ અન્ડરબ્રિજ નાળું ભરાઈ જાય છે.રાહદારીઓ જાય તો ક્યાં જાય??? આર્થિક નુકશાનની સાથે સમય અને પેટ્રોલનો વ્યય થાય છે.જેને લઇ જવાદારતંત્ર આ બાબત ધ્યાને લઇ યોગ્ય નિરાકરણ લાવે તેની રાહદારીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.










