
દેવલા ઘી પોપ્યુલર હાઇસ્કુલ ખાતે સાક્ષરતા જાગૃતિ તથા મીઠા ઉત્પાદન તાલીમ કાર્યક્રમ યોજાયો…
જંબુસર તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોના ગામોમાં મીઠા ઉદ્યોગો આવેલા છે. તાલુકાના માલપુર ખાતે આવેલ શેહનાઝ સોલ્ટ વર્ક્સ દ્વારા અખતવખત શૈક્ષણિક સમાજ ઉપયોગી કાર્યો સોલ્ટ સંચાલક ઈકબાલ પટેલ દ્વારા કરવામાં આવતા હોય છે.. જંબુસર તાલુકાના દેવલા ધી પોપ્યુલર હાઇસ્કુલ ખાતે શહેનાજ salt દ્વારા પર્યાવરણ સાક્ષરતા જાગૃતિ, વૃક્ષારોપણ તેમજ મીઠા ઉત્પાદન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
સદર કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિ અંગે માનનીય ઉદબોધન ઉપસ્થિતો દ્વારા કરવામાં આવ્યું. અને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. તથા વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા અપીલ કરવામાં આવી. આ સહિત મીઠા ઉત્પાદન અંગે તાલીમ આપવામાં આવી હતી જેમાં દેવલા ઝોનમાં ત્રણ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠા ઉદ્યોગ થકી 200 કુટુંબો રોજગારી મેળવે છે. તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ગામ અગ્રણીઓ, શાળા મંડળ હોદ્દેદારો, શાળા સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા….
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ