BANASKANTHA
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે ડીસા ખાતે ઘરવિહોણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ

16 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજ્યના મુખ્યંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જન્મદિવસ નીમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ,ડીસા નગર દ્વારા ડીસા ખાતે સેલ્ટર હોમ અને ડીસા સિવિલ હોસ્પિટલમાં ડીસા નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર ,ભાજપ ના કાર્યકર્તા ભરતભાઈ ઠાકોર અને હિતેશભાઈ ઠાકોર અને ડીસા નગરના સંયોજકો અને મંડળના મિત્રોના હસ્તે ઘરવિહોણા લોકો અને દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું તથા મુખ્યમંત્રી શ્રી ના દીર્ઘાયુ માટે મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો.જેમાં ડીસા નગર સંયોજક મહેશભાઈ જોષી, કૌશિકભાઈ સાધુ, કમલેશભાઈ કંસારા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.આ અંગે ભરત ઠાકોરે ભીલડી એ જણાવ્યું હતું. 
[wptube id="1252022"]



