
ભારતના ત્રીજા ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ આજે બપોરે 2.35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી દીધી છે. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 50 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ‘ચંદ્રયાન-3’ મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે અગાઉ GSLV MK-III તરીકે ઓળખાતું હતું. સ્પેસ એજન્સી ઈસરોએ આ રોકેટ વડે ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું.

[wptube id="1252022"]





