RAJKOT

જામકંડોરણા પંથકમાં સાઇબર ક્રાઇમ નો ડોક્ટર ભોગ બન્યો

ગુંદાસરીના ડોક્ટરએ ૩૮,૨૩ લાખની જામકંડોરણા પોલીસ સ્ટેશન માં છેતરપિંડી ની ફરીયાદ નોંધાવી

૧૩ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નીલેશ સોલંકી ઉપલેટા

આધુનિક યુગમાં મોબાઇલ ટેબલેટ કોમ્પ્યુટર પર ઈન્ટરનેટ ના માધ્યમ થી જુદા-જુદા વર્ઝન પર અલગ અલગ ની જાહેરાત આવતી હોય છે જેમાં ફ્રી ટાઈમ જોબ જેવી લોભામણી લલચામણી જાહેરાત પાછળ અડધા કરોડ ઉપર ની લાલચ માં જામકંડોરણા ના યુવાનને લાખો રૂપિયા ગુમાવ્યા નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ અંગે ની જામકંડોરણા પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામે પ્રફુલભાઈ ભેંડેરી નામના પશુ ડોકટર નો વ્યવસાય કરે છે તેમને ટેલીગ્રામ પર થી સુર્યા સીંગ નામના યુઝર્સ મેસેજ આવ્યો કે હું ઈક્સિગો કંપની નો એજન્ટ છું જો ફ્રી ટાઈમ જોબ કરવા ની લાલચ આપી ને હતી જેમાં ૨૮ ફાઈવ સ્ટાર હોટલ ના રેંન્ક બતાવી ને ફ્રી ટાઈમ જોબ ની માહિતી આપી હતી ઈક્સિગો કંપની પ્રફુલભાઈ ભેંડેરી એકાઉન્ટ બનાવવા લીંક મોકલીને ઈક્સિગો કંપની એકાઉન્ટ બનાવ્યું હતું જેમાં એસબીઆઈ બેંક એકાઉન્ટ ના ખાતા નંબર જોડ્યા હતા જેમાં સુર્યા સીંગ એ ઈક્સિગો કંપની તરફ થી ૮૬૦ રૂપિયા નાખ્યા હતા. ટેલીગ્રામ પર થી સુર્યા સીંગ એ મેસેજ દ્વારા જણાવાયું કે ફ્રી ટાઈમ જોબ કરવા ૧૧, ૩૦૦ ઈક્સિગો કંપની કસ્ટમર કેર ભર્યા હતા તે દિવસે પાછો મેસેજ મુજબ ૨૧, ૭૬૪ ઈક્સિગો કંપની કસ્ટમર કેર ભર્યા ૩૨ ૯૨૯ રૂપિયા , ૬૦ ૬૦૧ રૂપિયા ૧ ૮૬ ૩૦૯ રૂપિયા પ્રફુલભાઈ ભેંડેરી એ અલગ અલગ એકાઉન્ટ બેક હસ્તે જમા કરાવ્યા હતા આ ઈક્સિગો કંપની ના એજન્ટો સુપરવાઈઝર અને કસ્ટમર કેર દ્વારા એવું જણાવ્યું હતું કે તમારો રેન્ક ધટે છે એ તમારે પુરો કરવો પડશે તેમ કહી ને વધુ ને વધુ રકમ ભરાવીને કુલ રકમ ૩૮ ૨૩ ૨૬૧ મારી પાસે થી અલગ અલગ બેંક એકાઉન્ટ પર થી ટ્રાન્સફર કરવી લીધા હતા અને હજી વધુ રૂપિયા ૨૬ ૩૮ ૫૨૫ ભરવા નું કહેતા પ્રફુલભાઈ ભેંડેરી ને કોઈ ફ્રોડ થયા હોવાનું તેમને જાણવા મળ્યું પ્રફુલભાઈ ભેંડેરી એ ઈક્સિગો કંપની ના એજન્ટ સુર્યા સીંગ કસ્ટમર કેર સુપરવાઈઝર સાથે વાતચીત માં જણાવ્યું કે જો ૨૬ ૩૮ ૫૨૪ રકમ ભરશો તો જ તમને તમારા ૫૧ ૨૭ ૭૫૦ રૂપિયા પરત મળશે પ્રફુલભાઈ ભેંડેરી ને ઈક્સિગો કંપની ના કસ્ટમર કેર એજન્ટો સુપરવાઈઝર અને કર્મચારીઓ ફ્રી ટાઈમ નોકરી માં સારૂં કમીશન અને સારા વળતર મળશે તેવા વિશ્વાસ લઈ ને પ્રફુલભાઈ ભેંડેરી નું ઈક્સિગો કંપની માં એકાઉન્ટ બનાવીને ફાઈવ સ્ટાર હોટલ ના રેન્ક નક્કી કરવા અને તેમાં રોકાણ ના રૂપીયા ભરવા ટેલીગ્રામ પર થી વાતચીત કરી ને અલગ-અલગ એકાઉન્ટ માંથી ૩૮ ૨૩ ૨૨૬ ની છેતરપિંડી ની ફરીયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશન માં નોંધાવી છે
જામકંડોરણા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ વી. એમ. ડોડીયા આઈપીસી કલમ ૪૦૬ , ૪૨૦ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ યસંવતસીંહ ચૌહાણ એ આગળની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button