
નર્મદા : પરિણીતાને માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા સાસરિયાઓ વિરુધ મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
મહિલાની ફરિયાદ આધારે પોલીસે પતિ સાસુ,સસરા ,નણંદ નણદોઈ, દિયર સહિત નવ વિરુધ ગુનો દાખલ કર્યો
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પરિણીતાને માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા સાસરિયાઓ વિરુધ મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે મહિલાની ફરિયાદ આધારે પોલીસે પતિ સાસુ,સસરા ,નણંદ નણદોઈ, દિયર સહિત નવ વિરુધ ગુનો દાખલ કર્યો છે જેમાં ફરિયાદીનો પતિ દરૂપી આવી ઝગડો કરી શક વહેમ રાખી ગાળો બોલી ફરીબેનને કહેતા હતાકે તારી સાથે નિકાહ કરીને બહુ મોટી ભુલ કરેલ છે જો હુ તારી સાથે નિકાહ ન કરત અને અને બીજી છોકરી સાથે નિકાહ કરતો તો મને તેના માતા-પિતા તરફથી રૂપિયા પૈસા તેમજ સોના- ચાંદીના દાગીના તેમજ ઘણી બધી ચીજવસ્તુઓ મળત તેમ કહી મેણા ટોણા મારતા અને કહેતા કે,તને તારા માતા-પિતાએ લગ્નમાં કઇપણ ચીજવસ્તુઓ આપેલ નથી તેમ કહી દહેજની માંગણી કરી મા-બહેન સમાણી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા હતા.તેમજ આરોપી નં.રથી ૯ નાઓ આરોપી નં.૧ને ફરીબેન વિરુધ્ધ ચઢવણી કરી શારીરીક માનસીક ત્રાસ અપાવતા હોય અને ફરીબેનને તેના પિયરમાંથી દહેજ લઇ આવવા બાબતે શારીરીક માનસિક ત્રાસ આપી ફરીબેન જોડે ઝઘડો તકરાર કરી દહેજની માંગણી કરી ગમે તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ (૧) ઇમરાનભાઇ સલીમભાઇ ખોખર (ર)સલીમભાઇ મહમંદ ખોખર (૩)મુમતાઝબાનુ સલીમભાઇ ખોખર (૪)ગુલામરસુલ સલીમભાઇ (૫) સીમાબબાનું ગુલામરસુલ ખોખર (૬)સાહીસ્નાબાનુ જાવીદભાઇ (૭)સાહીલભાઇ જાવીદભાઇ ખોખર (૮) કોશરબાનુ એઝાઝભાઇ ચૌહાણ (૯) એઝાઝભાઇ સલીમભાઇ ચૌહાણ રહે.નં.૧ થી ૭ એસ.ટી.ડેપોની સામે મેઇન રોડ શના કોમ્પલેક્ષ ડેડીયાપાડા તા.ડેડીયાપાડા જી.નર્મદા તથા નં.૮, ૯ રહે, સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગબોર્ડની પાછળ અંકલેશ્વર જી.ભરૂચ સામે રાજપીપળા મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે મહિલાની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે