MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈને રાજ્ય સભાની બે બેઠક માટે ભાજપે ઉમેદાવર જાહેર કર્યા

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો છે. અને ભાજપે આખરે રાજ્યસભાની ચૂંટણી માટે અન્ય બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ નામ છે મોરબી જિલ્લાના વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈના નામ જાહેર કરવામાં આવેલ છે

ભાજપે દર વખતની જેમ ચૂંટણીમાં નવો ચહેરો ઉતારવાનો નિયમ રાજ્યસભામાં પણ કાયમ રાખ્યો છે અને બંને ઉમેદવારો આજે બપોરે બે વાગે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્ર ભરશે આ જીત ભાજપની વનવે જીત બની રહેવાની છે. કારણ કે, કોંગ્રેસે પહેલેથી જ રાજ્યસભા નહિ લડે તેવી જાહેરાત કરી દીધી છે. અને વિદેશમંત્રી એસ.જયશંકરે સોમવારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ત્યારે હવે આજે બાકીના બંને ઉમેદવારો પોતાનું નામાંકન નોંધાવશે.

[wptube id="1252022"]
Back to top button