KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલીકા ખાતે સ્વનિધી સે સમૃદ્ધિ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો.

તારીખ ૧૦/૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલીકા ખાતે પી.એમ.સ્વનિધી યોજના અંતર્ગત સ્વનિધી સે સમૃદ્ધિ હેઠળ કેમ્પ યોજાયો હતો.આ યોજના અંતર્ગત અલગ અલગ બેંકમાંથી ૧૦ થી ૫૦ હજાર સુધીની લોન મેળવેલ લાભાર્થીઓને સહાય અંગે માહિતી આપવામાં આવી હતી.સદર યોજના હેઠળ લાભાર્થીનું આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ થાય તો તેમના પરીવારને રૂ.૨ લાખ સુધી “જીવન જ્યોતિ વીમા યોજના” હેઠળ લાભ મળવાપાત્ર થાય છે.સદર યોજના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે લોકોએ બેન્કિંગ ક્ષેત્રને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેના નિવારણ અંગે ચર્ચા કરાઈ હતી.આ પ્રસંગે કાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર,પંચમહાલ લીડ બેંક મેનેજર,સેન્ટ્રલ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર સહિત યોજનાના લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button