AHAVADANG

ડાંગ: વરસાદી માહોલમાં પ્રકૃતિનો આસ્વાદ માણવા ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનું ઘોડાપૂર …

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ગિરિમથક સાપુતારામાં સતત બીજા દિવસે પણ પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડતા જોવાલાયક રમણીય સ્થળોએ જાણે મેળાવડો જામ્યો..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાની વનરાજી ચોમાસાની ઋતુનાં પગલે સોળે કળાએ ખીલી ઉઠી છે.ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે જ્યાં પણ નજર નાખો ત્યાં માત્ર ને માત્ર લીલીછમ વનરાજીનાં દ્રશ્યો પ્રતીત  થઈ રહ્યા છે.ડાંગ જિલ્લામાં ડુંગરો,ખીણ, નદીઓ સહિત જળધોધની ચોતરફ હાલમાં લીલીછમ પ્રકૃતિએ સૌંદર્યની જાજરમાન ચાદર ઓઢી લેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ છે.રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલમાં પ્રકૃતિનો આસ્વાદ માણવા પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા છે.રવિવારે ગિરિમથક સાપુતારા ખાતે અગણિત પ્રવાસીઓ નાના મોટા વાહનોનાં કાફલા સાથે ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.સતત બીજા દિવસે ગિરિમથક સાપુતારાની હોટલો હાઉસફુલ જોવા મળી હતી.સાપુતારાથી તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામ અને શામગહાન તેમજ ચિરાપાડા ખાતે આવેલ ટેન્ટ રિસોર્ટ પણ હાઉસફૂલનાં પાટિયા સાથે ઝૂલી ઉઠ્યા હતા.રવિવારે પ્રવાસી વાહનોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાતા સ્વાગત સર્કલ,ટેબલ પોઈંટ, બોટીંગ સહિતનાં પાર્કિંગ સ્થળોએ થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ વણસતા વાહનોની લાંબી કતારો જામવાની સાથે અરાજકતા જોવા મળી હતી.વધુમાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ ભારે વાહનોનાં પગલે થોડા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ વણસતા સાપુતારા પી.એસ.આઈ.કે.જે.નિરંજનની પોલીસ ટીમોએ એલર્ટ મોડમાં રહી   વાહન વ્યવહાર પૂર્વરત કર્યો હતો.સાપુતારા ખાતેનાં તમામ જોવાલાયક સ્થળોએ રવિવારે ભરચક પ્રવાસીઓ ઉમટી પડતા અહી જાણે રીતસરનો મેળાવડો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ડાંગ જિલ્લામાં ફરવા આવેલ પ્રવાસીઓએ રવિવારે વઘઇનાં ગીરાધોધ,બોટનીકલ ગાર્ડન,મહાલ કેમ્પ સાઇટ,ડોન હિલરિસોર્ટ,ગીરમાળનો ગીરા ધોધ,પાંડવ ગુફા સહિત વન દેવીનાં નેકલેસ જેવા જોવાલાયક સ્થળો ખાતે પ્રકૃતિનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.રવિવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લામાં સમયાંતરે છૂટોછવાયો વરસાદ નોંધાતા વાતાવરણ બેવડાયુ હતુ.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 17 મિમી,વઘઇ પંથકમાં 05 મિમી,સુબિર પંથકમાં 18 મિમી, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 22 મિમી અર્થાત 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

[wptube id="1252022"]
Back to top button