HALOLPANCHMAHAL

પાવાગઢ:પ્રાકૃતિક સૌર્દય ખીલી ઉઠતા રવિવારના રોજ લાખોનું ઘોડાપુર ઉમટ્યુ,માંચી સુધી જવા એસટી બસોમાં ધસારો,મુસાફરોને બારીમાંથી ઘુસવાની નોબત.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૯.૭.૨૦૨૩

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારના રોજ દોઢ લાખ જેટલા માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે તેમજ વરસાદી માહોલમાં ડુંગર પરનો કુદરતી નજારો માણવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા.જોકે શુક્રવાર મધ્યરાત્રીથી શનિ-રવિવાર આમ રજાના બે દિવસ દરમિયાન ડુંગર પર ખાનગી વાહનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું જિલ્લા સમાહર્તા દ્વારા પ્રસિદ્ધ કરાતા યાત્રાળુઓને પોતાના વાહનો વડા તળાવ પાર્કિંગ પ્લોટ માં તેમજ તળેટીના પાર્કિંગ પ્લોટ માં પાર્ક કરી એસટી બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી.જોકે એસટી દ્વારા ૪૩,એસટી બસ તળેટીથી માચી વચ્ચે ચલાવવામાં આવતી હોય અને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હોય બસોની સંખ્યા ઓછી પડતા એક તબક્કે તળેટી ખાતે એસટી બસમાં બેસવા માટે અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.જ્યારે યાત્રાળુઓની સંખ્યા સામે એક તબક્કે એસટી તંત્ર વમણું પુરવાર થતું જોવા મળ્યું હતું જેના પગલે યાત્રાળુઓમાં રોષ જોવા મળતો હતો.ઐતિહાસિક ધ્વજારોહણ બાદ યાત્રાળુ ઓની સંખ્યામાં અનેક ઘણો વધારો નોંધાયો છે ત્યારે તળેટી ખાતે તેમજ માચી ખાતે નવા પાર્કિંગ પ્લોટો માં જે નોંધપાત્ર વધારો થવો જોઈએ તેટલા પ્રમાણમાં વધારો થયેલ ન હોવાનું જોવા મળી રહ્યું છે જેના કારણે તળેટીમાં તેમજ માચી ખાતે આડેધડ વાહનોના પાર્કિંગ થતા હોય છે જેના કારણે ટ્રાફિકની જટિલ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોવાનું જોવા મળે છે.જોકે જાણવા મળતી માહિતી મુજબ સામાન્ય દિવસોમાં ડુંગર પર થતા પાર્કિંગની હજાર ઉપરાંત ગાડીઓ પણ હવે નીચે પાર્ક કરવાની નોબત આવવાની હોય તળેટી ખાતે પાર્કિંગની ગંભીર સમસ્યા ઉત્પન્ન થવાની ભીતી સેવાય રહી છે.પાવાગઢ આવતા યાત્રાળુઓ ખાનગી વાહનો દ્વારા ડુંગર પર જતા હોય છે ત્યારે તેઓ પાસે બમણું ભાડું વસૂલાતું હોવાની ફરિયાદો વારંવાર સાંભળવા મળી રહે છે.પરંતુ અહીંયા શનિ-રવિવાર માં જાહેરનામા દરમિયાન ચલાવવામાં આવતી એસટી બસ દ્વારા યાત્રાળુઓ પાસે ૮/- રૂપિયા ભાડા ની જગ્યાએ ૧૫/- રૂપિયા ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. આમ યાત્રાળુઓ ને ખાનગી વાહનોમાં ડબલ ભાડું ચૂકવવું પડે છે તેની સામે સરકારી એસટી બસોમાં પણ ડબલ ભાડું ચૂકવવું પડતું હોય યાત્રાળુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

[wptube id="1252022"]
Back to top button