કાલોલ તાલુકાના કંડાચ ગામ નાં દંપતીની નવી પહેલ શ્રીમંત સંસ્કાર પત્રિકા દ્વારા બાળ ઉછેર ની જાણકારી

તારીખ ૦૯/૦૭/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કંડાચ ગામના યુવાન ચેતન પટેલ જેઓ અમદાવાદ સ્થીત એસ.આર.આઇ.એસ.ટી.આઇ. સંસ્થામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે અને ગ્રામ્ય કક્ષાએ ફરીને ખેડૂતો ની પ્રતિભા ઉજાગર કરી તેઓના સંશોધનો, કોઠાસૂઝ ને આગળ લાવવા ભારતભર માં પરિભ્રમણ કરી કાર્ય કરે છે. ડો કલામ ઇનોવેટિવ સ્કુલ માં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા તેઓના પત્ની આવૃત્તિ પટેલ ના શ્રીમંત સંસ્કાર ના તાજેતરમા યોજાયેલ પ્રસંગમાં આ દંપતી એ કરેલ પહેલ ને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.કાલોલ તાલુકાના કંડાચ ગામ ની નવી પહેલ આવૃત્તિ પટેલ ના સીમંત સંસ્કાર- ગર્ભ સંસ્કાર ની આમંત્રણ પત્રિકા ગર્ભવતી મહિલાઓ એ ધ્યાનમાં રાખવાની બાબત અને બાળઉછેર અને સુરક્ષિત માતૃત્વ અભિયાન , વ્હાલી દિકરી યોજના,સુકન્યા સમૃધ્ધિ યોજના,કુંવરબાઈનું મામેરું યોજના, જનની શિશુ સુરક્ષા યોજના , શાળા આરોગ્ય રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાયડીમ , મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ ની જાણકારી આ પત્રિકા માં પ્રિન્ટ કરી છે. આ ઉપરાંત ગર્ભાવસ્થા માં સરકારશ્રી તરફ થી મહિલાઓ તથા બાળકો માટે ના મળતા લાભો અને તે કેવી રીતે મેળવી શકાય તેની જાણકારી આ પત્રિકા માં સામેલ કરવા માં આવેલ છે.વધારે જાણકારી માટે આ લિંક નો પ્રયોગ કરવાનું સુચન કર્યું છે.
https://bit.ly/avrutipatel
બેબી સાવર માં લોકો કેક અને ડેકોરેશન અને હાલ માં પ્રી વેડિંગ જેવા વિડિયો બનાવી ખોટા ખર્ચ કરી રહ્યા છે તેનાથી વિપરીત તેને ઓછા કરવા અને આપણી સંસ્કૃતી નું જતન થાય તે માટે ગર્ભ સંસ્કાર ભારતીય સંસ્કૃતિ મુજબ કર્યા અને બધાજ મહેમાનો ને શ્રીમદ્દ ભાગવતગીતા ભેટ કરવા માં આવી મુખ્ય ઉદ્દેશ્ય લોકો નું વાંચન ઓછું થઈ ગયું છે તે લોકો વાંચતા થાય. આજે ભારત સરકાર જી-૨૦ વર્ષ ને મનાવી રહ્યુ છે. તો બેબી સાવર માં પણ આ દંપતી એ પ્રમોટ કર્યું.










