MORBIMORBI CITY / TALUKO

મધ્યપ્રદેશના આદિવાસી યુવાનનાં મુદ્દે મોરબી આપના આગેવાનોનું આવેદન પત્ર

મધ્યપ્રદેશના આદિવાસી યુવાનનાં મુદ્દે મોરબી આપના આગેવાનોનું આવેદન પત્ર રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

મધ્યપ્રદેશમાં આદિવાસી યુવાન પર પેશાબ કરી વિડીયો બનાવવાનું હિન કૃત્ય કરનાર ભાજપના નેતાને દાખલા રૂપ સજાની માંગ સાથે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી છે.

આમ આદમી પાર્ટી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, તા. ૪ થી જુલાઈના રોજ એક વિડીયો સોસિયલ મિડીયામાં વાઈરલ થયો હતો. આ વિડીયોમાં એક ત્રાહિત વ્યકિત યુવાન પર પેશાબ કરી રહયો હોય અને આ ત્રાહિત વ્યકિતના મળતિયાયે બનાવ્યો હોય એવું દેખાય છે. આ ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દિધો છે અને સૌ દુખી થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ત્રાહિત વ્યકિત ભાજપનો કાર્યકર્તા હોઈ અને પિડીત વ્યકિત આદીવાસી સમાજની હોવાની જાણકારી મળી હતી. આ અંગે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું ઘટના સમગ્ર માનવ સભ્યતાને શરમાવે તેવી હિન ઘટના છે. આવા હિન કૃત્યો ક૨વાની ભાજપના કાર્યકર્તાઓને હિમ્મત કર્યાંથી મળે છે ? આવા લોકોને દાખલા રૂપે સજા થવી જોઈએ તેવી માંગણી અમે આમ આદમી પાર્ટી આપની પાસે કરીએ છીએ. સત્તા પક્ષના કાર્યકરને જો દાખલા રૂપ સજા ઝડપથી થાય તો ભવિષ્યમાં આવુ કૃત્ય કરવાની હિંમત કોઈપણ વ્યકિત કરે નહી આ માંગણી સમસ્ત દેશથી જનતાની છે. માટે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

[wptube id="1252022"]
Back to top button