
તા.૭/૬/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર શહેરની ચાંપરાજની બારી પાસે ગતરોજ જુના જર્જરીત મકાનો ધરાશયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતાં. તે વિસ્તારમાં આજે નગરપાલિકા દ્વારા બાકીના મકાનો પોલીસ બંદોબસ્ત સાથે ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે ગઢ ઉપર આવેલ મકાનોના લાઈટ, પાણી અને ભૂગર્ભ ગટરના કનેક્શન કાપવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

જેતપુર શહેરમાં ગઈકાલે ચાંપરાજની બારી વિસ્તાર પાસે ગઢની નીચેના મકાનોમાંથી ચારેક મકાનો ધરાશયી થયેલ તેમાં ત્રણના મોત નિપજ્યા જેવી કરુણતીકા બનાવ બનેલ. સ દુર્ઘટના બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. અને આજ વિસ્તારના બાકીના ૫૦ જેટલા મકાનોને નોટીસ આપીને મકાન ખાલી કરાવી રહ્યા છે. સ્થાનિકો એવું જણાવે છે કે અમારી આર્થિક સ્થિતિ એવી નથી કે અમો બીજી જગ્યાએ ઘરનું ઘર ખરીદી શકીએ. નગરપાલિકા અમારી સલામતી માટે મકાન તો ખાલી કરાવે છે પરંતુ અમે જઇશું કયાં ? અને ઉપરના ભાગમાં દરબારગઢમાં નગરપાલિકાની પાણીની ટાંકી આવેલ છે તે ટાંકીમાંથી દરરોજ પાણી ઓવરફ્લો થઈને અમારા મકાનો પર વહે છે જેને કારણે જ અમારા મકાનો ધરાશયી થયાં તો હવે નગરપાલિકા જ અમોને પ્લોટ કે મકાનો આપે તેવી અમારી માંગ છે.

ચાંપરાજની બારી ઉપરના દરબારગઢના વર્ષો જુના મકાનો જર્જરિત થઈ ગયા હોય અને તે પણ ભયગ્રસ્ત હોય તે મકાનોના પાણી ભૂગર્ભ ગટર કનેક્શન કાપવાની નગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે. અને વીજળી કનેક્શન કાપવા માટે વીજ વિભાગને નોટીસ આપેલ છે.









