BANASKANTHAPALANPUR

દાંતાના મંડાલીના આર્મી જવાનનું નિધન થતા ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું 

7 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

દાંતા તાલુકામાં મંડાલી ગામના રહેવાસી ભાવેશ પરમાર આર્મીમાં પોતાની ફરજ નિભાવતા હતા. ગઈકાલે તેમનું બ્રેઇન હેમરેજ થવાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આર્મી જવાનનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ હતી. સાથે સાથે તેમના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આર્મી જવાનનું મોત નીપજતા તેમના અંતિમ સંસ્કાર માટે આર્મીના અધિકારીઓ અને જવાનો મંડાલી ખાતે પહોંચ્યા હતા. આર્મી જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નમ આંખોથી જવાનને વિદાય આપી હતી. આર્મી જવાનને આર્મી તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button