કાચા મકાનમા વસવાટ કરતા વાંસદાના બોરીયાછ ગામના વિજયભાઈનુ પરીવાર સાથે પાકા મકાનમા રહેઠાણનુ સ્વપ્ન પુર્ણ થયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટપકવાનો પ્રશ્ન દુર થયો – લાભાર્થી વિજયભાઈ થોરાટ
કપરી પરિસ્થિતીનો સામનો કર્યા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો જે બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા વિજયભાઈ થોરાટ
રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાનો લાભ જરૂરીયાત મંદના તમામ નાગરિકોને મળી રહે તેવા ઉમદાભાવ સાથે છેવાડા સુધી વિકાસ યાત્રા પહોચે તેવા પ્રયત્નો રહ્યા છે. જેમાં રાજ્યના અંતરિયાળ ગામમાં વસતા નવસારી જિલ્લાના આદિજાતી બાંધવો બાકાત રહ્યા નથી. નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના બોરીઆછ ગામ ખાતે વસવાટ કરતા વિજયભાઈ થોરાટ પ્રધાનમંત્રી આવસ યોજના હેઠળ પાકા મકાનનો લાભ મળતા સરકારશ્રીનો આભાર માન્યો છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. જેમાં લાભાર્થીઓને પાકા મકાનની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત નવસારી જિલ્લાના લાભાર્થી વિજયભાઈ થોરાટ જણાવે છે કે, પોતાના પરીવાર સાથે તેઓ કાચા મકાનમા નિવાસ કરી રહ્યા હતા. જ્યાં ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટંપકતુ હતુ. પાકુ મકાન અમારા માટે સ્વપ્ન સમાન હતુ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમને આવાસ યોજનાનો લાભ મળ્યો, અને હવે સહપરીવાર પાકા મકાનમા નિવાસ કરી રહ્યા છે. છતમાંથી પાણી ટપકવાની પરિસ્થિતીથી તેઓ હવે મુક્ત થયા છે.
વિજયભાઈ થોરાટ હરખાતા હૈયે જણાવ્યું હતું કે, મારા પરિવારનું પોતીકું ઘર હોવાનું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે. પાકું ઘર મળતા હવે અમને કોઈ સમસ્યા નથી. ઘરમાં શાંતિથી રહીએ છીએ ચોમાસા ઉનાળામાં હવે કોઈ તકલીફ પડતી નથી. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવા બદલ રાજ્ય, કેન્દ્ર સરકાર તથા આવાસ યોજનાનો લાભ અપાવનાર સૌ કર્મયોગીઓના આભારી છીએ.
નોંધનિય છે કે, સરકારશ્રીના પીએમએવાય(ગ્રા)-યોજના હેઠળ મકાન બાંધકામ માટે રૂપિયા ૧,૨૦,૦૦૦/- મકાનના બાંધકામ પુરુ થતા હપ્તા અનુસાર મળે છે. આ યોજના હેઠળ નવસારી જિલ્લાના અનેક લોકોને ઘર મળ્યા છે. સૌ લાભાથી ભાઇ બહેનો સરકારશ્રીની આ યોજનાનો આભાર માની રહ્યા છે.



