
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૬.૭.૨૦૨૩
હાલોલ ના પાવાગઢ રોડ ઉપર પીર દરગાહ પાસે જાંબુડી ગામે એક અજાણ્યા વાહને એક રાહદારી ને અડફેટમાં લેતા યુવાન રાહદારી નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગે રાહદારીઓ દ્વારા હાલોલ રૂરલ પોલીસ ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી મૃતક રાહદારી ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે મોકલી આપી તેની ઓળખ છતી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.પોલીસે અજાણ્યા વાહન સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ના પાવાગઢ રોડ ઉપર પીર દરગાહ પાસે જાંબુડી ગામે એક અજાણ્યા વાહને એક રાહદારી ને અડફેટમાં લેતા યુવાન રાહદારી નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.હાલોલ રૂરલ પોલીસે મૃતક ની ઓળખ છતી કરતા જાણવા મળ્યું હતું કે અકસ્માત નો ભોગ બનેલ ઈસમ હાલોલ ના કંજરી રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા ગોપાલદાસ કિશોરભાઈ શાહ ઉ.વ. 42 ના ઓ હોવાનું જાણવા મળી આવ્યું હતું. મૃતકના પરિવાર જનોએ જણાવ્યું હતું કે આ ગોપાલદાસ શાહ છેલ્લા ચાર વર્ષ થી અસ્થીર મગજના છે.અને તેમના પત્ની અને તેમની દીકરી ચાર વર્ષ થી તેમના પિયર રાજપીપળા ખાતે રહે છે.વધુમાં તેમના પરિવારજનો ગત રાત્રી એ જમી પરવારી સુઈ ગયા ત્યારબાદ રાત્રીના 10.30 વાગે ઘરે થી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા.જોકે તેઓ અસ્થિર મગજ ના હોઈ આ અગાઉ પણ ઘણીવાર કહ્યા વગર જતા રહ્યા હતા અને પાછા ઘરે આવી ગયા હતા જેને લઇ તે આવી જશે તેમ લાગ્યું હતું પરંતુ સવારે 10.00 વાગે ઓળખીતાનો ફોન આવ્યો હતો અને જણવ્યું હતું કે ગોપાલદાસની હાલોલ પીર દરગાહ પાસે જાંબુડી ગામે પાસે અકસ્માત થયો છે.અને તેમને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.જેને લઇ તેઓ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.પોલીસે અજાણ્યા વાહન સામે અકસ્માત નો ગુનો નોંધી મૃતકનું પી.એમ કરાવી તેમના પરિવારને સોંપ્યો હતો.










