MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં ભૂંગરા બટેટાના ધંધાર્થી યુવક પર વ્યાજખોરનો છરી વડે જીવલેણ હુમલો

મોરબીમાં ભૂંગરા બટેટાના ધંધાર્થી યુવક પર વ્યાજખોરનો છરી વડે જીવલેણ હુમલો

મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા અને ભૂંગળા બટેટાનો વેપાર કરતા નીલ ભરતભાઈ વસાણીએ આરોપી જયરાજ ઉર્ફે જીગો ગોગરા અને વરુણ ઉર્ફે ટીનો બોરીચા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે નવા બસ સ્ટેન્ડ પાસે ભૂંગરા બટેટાનો વેપાર કરતા હોય અને નવેક મહિના પૂર્વે ધંધામાં રૂપિયાની જરૂરત પડતા વરુણ ઉર્ફે ટીનો બોરીચા રહે શનાળા તા. મોરબી વાળા બટેકા ખાવા આવતા હોય જેને ઓળખતા હોવાથી રૂપિયાની વાત કરતા ૧૦ ટકા વ્યાજે ૩ લાખ રૂપિયા આપ્યા હતા જેમાં ૩૦ હજાર કાપીને ૨.૭૦ લાખ આપ્યા હતા અને બેંક ઓફ બરોડાના બે કોરા ચેક સહી કરાવી લીધા હતા જે રૂપિયા લેવામાં વચ્ચે જયરાજ ઉર્ફે જીગો ગોગરા રહે લીલાપર રોડ બોરીચા વાસ મોરબી વાળો રહ્યો હતો અને વરુણ ઉર્ફે ટીનાને દર મહીને રૂ ૩૦ હજાર વ્યાજ આપતો હતો અને છ મહિના સુધી વ્યાજ આપતો હતો

અને બાદમાં આરોપીએ વ્યાજના રૂ ૩ લાખ આપી ડે નહીતર તારે વધુ વ્યાજ આપવું પડશે કહીને અવારનવાર પૈસાની માંગણી કરતો હતો અને હાલ ધંધો બરાબર ચાલતો ના હોય જેથી હાલ રૂપિયા નથી સગવડતા થાય ત્યારે આપી દેવાનું કહ્યું હતું બાદમાં ગત તા. ૦૪ જુલાઈના રોજ બપોરે ફરિયાદી નીલ અને તેના પિતા ભરતભાઈ બંને રવાપર રેસીડેન્સી ગેટ પાસે નાસ્તાની લારીએ વેપાર કરતા હોય ત્યારે રાત્રીના સાડા દશ વાગ્યે જયરાજ ઉર્ફે જીગો ગોગરા આવ્યો હતો જેની સાથે એક નાગેસ નામનો માણસ હોય જેમાં જયરાજે આવીને વ્યાજના રૂપિયા અપાવેલ છે તે તું ગમે તેમ કરીને આજે ત્રણ લાખ આપી ડે કહીને માથાકૂટ કરતો હતો અને ત્યારે વરુણ ઉર્ફે તીનો એક કારમાં આવી તેમાં સાથે ફરિયાદીનો મિત્ર સાગર ઉર્ફે ચોટીયો બેઠો હતો અને વરુણ ઉર્ફે ટીનોએ આવીને ગાળો બોલવા લાગ્યો હતો અને વ્યાજના રૂપિયા આપી ડે નહીતર તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ કહ્યું હતું તેમજ પિતા ત્યારે હાજર હોય ત્યારે તેને મારો દીકરો ગમે તેમ કરી રૂપિયા આપી દેશે કહેતા બંને ઈસમો ઉશ્કેરાઈ જઈને જયરાજ તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી યુવાનને એક ઘા મારી બીજો ઘા મારવા જતા હાથ આડો નાખતા હાથમાં ઈજા થઇ હતી અને ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા અને બે દિવસમાં રૂપિયા ૩ અખ આપી દેજે નહીતર રોજના રૂપિયા 2 હજાર લેખે પેનલ્ટી લઈશ અને જો નહિ આપે તો જાનથી મારી નાખીશ હવે તારો ધંધો કેમ કરે છે હું જોઈ લઈશ તેવી ધમકી આપી બંને ઈસમો જતા રહ્યા હતા આમ વરુણ ઉર્ફે ટીના પાસેથી રૂ ૩ લાખ વ્યાજે લીધા હતા જેનું વ્યાજ સમયસર ચૂકવતો હતો અને વધુ વ્યાજની માંગણી કરી આરોપીઓએ છરી વડે ઈજા કરી પૈસા નહિ આપે તો મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]
Back to top button