JUNAGADHKESHOD

કેશોદ વિશ્વ હિન્દૂ પરિસદના કાર્યકરો દ્વારા કેશોદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ૨૫૦ જેટલાં નીરણ ના પુરા દાતા ના સહયોગથી ખવડાવવામા આવ્યા

સૌરાષ્ટ્ર પંથક મા છેલ્લા કેટલાક દિવસો થી વરસાદ અવિરત વરસી રહ્યો છે. ત્યારે માનવ જાતિ તૉ પોતાના
ખાવા પિવાની વ્યવસ્થા કરી લેતા હોય છે, જયારે મૂંગા પશુઓ જેવા કે ગાયમાતા,બળદો, ધણખૂટ જેવા પશુઓ હેરાન થતા હોય છે.અતિ ભારે વરસાદ ના કારણે આ પશુઓની તકલીફો સમજી વિશ્વ હિન્દૂ પરિસદ-કેશોદ દ્વારા કેશોદ શહેરના અલગ અલગ વિસ્તાર મા પરિસદ ના કાર્યકરો દ્વારા ૨૫૦ જેટલાં નિરણ ના પુરા દાતા ના સહયોગથી ગૌ માતાને ખવડાવવામાં આવ્યા હતા.જયારે પણ સંકટ કે કુદરતી આફતૉ આવે ત્યારે વિશ્વ હિન્દૂ પરિસદ હર હંમેશ સેવા કાર્ય મા તત્પર રહે છે અને જ્યાં જરૂર પડે ત્યાં પોતાની કામગીરી કરતી જ રહે છે. કોરોના કાળમા સતત ૬૦ દિવસ સુધી ૨૫૦૦ થી ૩૦૦૦ લોકોને જમવાની વ્યવસ્થા,લંપી રોગ સમયે ગૌ શાળા ની મદદથી પશુ સેન્ટર ખોલી પશુઓનો જીવ બચાવવા ની કામગીરી તથા વાવાઝોડા દરમિયાન લોકોને સ્થળઆંતર કરવા તેમને જમવાની વ્યવસ્થા કરી આપવી તેવા કાર્યોમાં હરહંમેશ પોતાનું યોગદાન આપતું જ રહે છે. આ નિરણ ખવડાવવા ના આ સેવા યજ્ઞમા વિશ્વ હિન્દૂ પરિસદના પ્રમુખ વિશાલભાઈ સોલંકી, વિશ્વ હિન્દૂ પરિસદ કેશોદ તાલુકા પ્રમુખ લખનભાઇ કામરીયા, પૂર્વ પ્રમુખ મેહુલભાઇ ગોંડલીયા, મંત્રી મહેશભાઈ પાનશેરિયા,ઉપપ્રમુખ હર્ષભાઇ ભરડા, બજરંગ દળ પ્રમુખ રવિભાઇ ડાભી અને મહેન્દ્રસિંહ દયાતર, પિયુસ કરમટા, દિપકભાઇ કામરીયા સહિતના અનેક કાર્યકરો જોડાયા હતા.

રીપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button