HALOLPANCHMAHAL

હાલોલની વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૪.૭.૨૦૨૩

તા-03/07/2023 ને સોમવાર ના રોજ હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ(પ્રાથમિક વિભાગ) માં ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુપૂર્ણિમા સાથે વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ ને તા-02/07/2023 ના રોજ 31 વર્ષ પૂર્ણ થયા તે અવસર પર શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ ને ગુરુ અને શિષ્ય અંગે ની માહિતી આપી ગુરુ મહિમા અંગે માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓ એ પ્રાર્થના,ભજન,નાટક,ડાન્સ વકૃત્વ તેમજ સમુહગીત જેવી પ્રવુતિ કરી હર્ષોલ્લાસ સાથે કાર્યક્રમ ને આનંદીત બનાવ્યો હતો.સાથે ગુજરાતી મીડીયમ શાળાના 31 વર્ષ પૂર્ણ થયા તેની ખુશી અને 32 માં વર્ષ ની શરૂઆત નું આગમન “હેપી બર્થડે” ના નાદ સાથે શાળાના સભાખંડ ને ગુંજાવી મૂક્યું હતું.આમ શાળાના આ કાર્યક્રમ માં મહેમાન ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ માં ડીઇઓ તેમજ ડીપીઓ તરીકે પોતાની સેવા આપી નિવૃત પામેલ મહેશભાઈ પ્રજાપતિ તેમજ હાલોલ તાલુકા શિક્ષણ વિભાગ ના સી.આર.સી બાલકૃષ્ણભાઈ પટેલ એ પોતાની હાજરી આપી આ કાર્યક્રમની શોભા વધારી હતી. સાથે પ્રાથમિક વિભાગ શાળાના આચાર્ય હર્ષાબેન શુકલે આ કાર્યક્રમ ને નિહાળી શાળાના બાળકો તેમજ શિક્ષકો ને પ્રોત્સાહન આપ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button