
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર મંદિર બીલમાળ ખાતે ધામધૂમ પૂર્વક ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી…
ભારત દેશમાં પ્રાચીન સમયથી ગુરૂઓને માન સન્માન આપવામાં આવે છે.એક કહેવત મુજબ ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે,ગુરૂ બિન મિટે ના ભેદ,ગુરૂ બિન સંશય ના મિટે,પછી તમે ભલે વાંચો ચારે વેદ પણ આ વેદનું જ્ઞાન પણ ગુરૂ વગર સાર્થક થતુ નથી.જેથી દેશમાં તિથિ મુજબ દરવર્ષે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.ગુરૂપૂર્ણિમા નિમિત્તે ડાંગ જિલ્લાની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોત પોતાના ગુરૂઓને વંદન કરી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી હતી. ગુરૂપૂર્ણિમા નિમીતે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં અર્ધનારેશ્વર મંદિર બિલમાળ ખાતે ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો.અહી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભાવિક ભક્તોએ ઉમટી પડી અર્ધનારેશ્વર મંદિરનાં ગુરૂ એવા અનેકરૂપી મહારાજનાં દર્શન કરી તથા પ્રસાદીનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.ડાંગ જિલ્લાનાં અર્ધનારેશ્વર મહાદેવ મંદિર બિલમાળ ખાતે ગુરુપૂર્ણિમાનાં પાવન પર્વ નિમિત્તે ભજન,કીર્તન,આરતી સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.ડાંગનાં અર્ધનારેશ્વર મંદિર ખાતે ભક્તોએ ગુરૂનાં દર્શન કરી ગુરુપૂર્ણિમાનાં પર્વને ખરા અર્થમાં સાર્થક કરી હતી..





