HALOLPANCHMAHAL

હાલોલ:ગૌરી વ્રત નિમિત્તે કલરવ શાળામાં જવારા હરીફાઈ યોજાઇ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩.૭.૨૦૨૩

હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળામાં ગૌરીવ્રત નિમિત્તે તારીખ 1/ 7 /2023 ને શનિવારના રોજ જવારા હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા કે.જી.વિભાગના વાલીઓ અને ધોરણ 1 થી 4 ના ગુ. મા. અને અં. મા.ના વિદ્યાર્થીઓ માટે યોજાઈ. આ સ્પર્ધામાં કે.જી વિભાગના વાલીઓએ તેમજ ધોરણ 1 થી 4 ના નાના ભૂલકાઓએ ઘરેથી જવારા ઉગાડીને શાળામાં કલાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી .આ જવારા હરીફાઈમાં સૌથી સારી રીતે જ્વારા ઉગાડીને કલાત્મક રીતે પ્રસ્તુત કરનાર વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને ઇનામથી પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના આચાર્યએ આ સ્પર્ધામાં ભાગ લેનાર વાલીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપીને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ બધા જ વિદ્યાર્થીઓએ આવી શાળા કક્ષાએ લેવામાં આવતી બધી સ્પર્ધાઓમાં ભાગ લે જેનાથી વિદ્યાર્થીઓ પોતાની સુષુપ્ત શક્તિઓ ને જાણી શકે.આમ આ સ્પર્ધા ખુબ જ સારી રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

 

[wptube id="1252022"]
Back to top button