
જંબુસર તાલુકામાં પાંચ દિવસના અલુણા વ્રતના ઉત્સવની ઉજવણી ચાલી રહી છે. ગૌરીવ્રત એટલે આગામી હિન્દુ તહેવારોની મોસમ. કુંવારિકાઓના અલુણા વ્રત થી શરૂ થાય છે. વ્રત એટલે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. વિશેષ કરીને હિન્દુ મહિલાઓ સંતોષી માતાના શુક્રવારનું વ્રત , સોળ સોમવાર અને વટસાવિત્રી વ્રત જેવા અનેક વ્રતો ધાર્મિક પરંપરા સાથે ઉજવે છે. એવું જ એક વ્રત મનગમતો માણીગર કે સપનાનો સોદાગર મેળવવા ગૌરી વ્રતની ઉજવણી કરે છે. અષાઢ સુદ તેરસથી શરૂ થતા પાંચ દિવસ દરમિયાન કુંવારીકાઓ જવારા વાવીને આ આ વ્રત કરે છે. અલુણા વ્રત એ ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મમાં સારો પતિ મેળવવા કુંવારી કાઓ દ્વારા આ વ્રત કરે છે તે માટે અત્યારે ગૌરી વ્રતની પૂજા અર્ચના માટે શિવાલયમાં ભીડ જામી રહી છે ત્યારે —-
ગોરમાનો વર કેસરિયો , નદીએ નાવા જાય રે ! ગોરમાનો ગરબો આહલાદક સુર પૂરે છે. દુલ્હન ની માફક સોળે શણગાર સજીને , હાથ પગમાં મહેંદીની ભાત ભાતની ડિઝાઇન અને રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ નીકળેલી બાળાઓ જાણે આકાશમાંથી સ્વર્ગની પરીઓ ન ઉતરી પડી હોય ! પાંચ પાંચ દિવસ સુધી 32 લક્ષણો ધરાવતો ભરથાર પામવાની આશામાં આ કુવારીકાઓ અલુણા ઉપવાસ કરે છે. જંબુસર તાલુકામાં નાની બાળાઓ દૂર દૂર સુધી સાહેલીઓ સાથે ફરીને વ્રતોની ઉજવણી કરતા નજરે પડી રહી છે.
રામ પાતર કે વાંસની નાનકડી ટોપલીમાં જવ, તુવેર,
ડાંગર ,જાર ચોરા,વાલ અને ચોખા એમ સાત ધાન્ય વાવવામાં આવે છે આ વિધિ ને જવારા વાવવાની વિધિ કહેવામાં આવે છે અને નાની બાળાઓ આ જવારાનું પૂજન કરે છે. જવારા વાવવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. ગૌરી પાક ધનો ધાન્ય ની અધિષ્ઠાત્રી દેવી છે. જંબુસર તાલુકામાં નાની બાળકીઓને ધર્મના સંસ્કાર આપતું વ્રત એટલે ગૌરીવ્રત વરસાદી માહોલમાં પણ ઉજવાઈ રહ્યું છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





