રક્ષક જ બન્યા ભક્ષક!!પોલીસકર્મી તથા પ્રેમી યુવક મળી યુવતીના ન્યૂડ વિડિયો વાઇરલ કર્યા: બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

પોલીસકર્મી તથા પ્રેમી યુવક મળી યુવતીના ન્યૂડ વિડિયો વાઇરલ કર્યા: બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ : રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી યુવતી અને આરોપી વચ્ચે અગાઉ ફ્રેન્ડશીપ હતી તે દરમિયાન ફરિયાદી અને આરોપીઓએ શેર કરેલ ફોટો તેમજ ફરિયાદી અને આરોપી વચ્ચે વિડીયોકોલથી જ્યારે વાતચીત થતી હતી ત્યારે યુવતીની જાણ બહાર આરોપી યુવાને મોબાઇલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને ત્યારબાદ યુવતી આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા માંગતી ન હોય તે બાબતનું મન દુઃખ રાખીને આરોપી સંદીપ વાસુદેવભાઈ હડિયલ નામના આરોપીએ યુવતીના ન્યુડ વિડિયો અને ફોટોસ વાયરલ કરી તેમજ આરોપી હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે ઇન્સ્ટાગ્રામમાં memom54011 યુઝર નેમ( ડીસ્પ્લે નેમ ) વાળા નામથી ફેક આઇ.ડી. બનાવીણે તેમાં ફરિયાદી યુવતીના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ મોકલી પોતાની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું અને યુવતી તેમજ તેના કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંદીપ વાસુદેવભાઈ હડિયલ રહે. ચરાડવા અને હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ) રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૬૯, ૫૦૭ તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬ સી, ઇ, ૬૭, ૬૭-એ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









