
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧.૭.૨૦૨૩
હાલોલ તાલુકા પાવાગઢની તળેટી માં આવેલ મોટી ઉભારવાન ગામ ના જંગલ ના ટેકરા ઉપર આવેલ લીમડા ના ઝાડની ડાળીએ શર્ટ ની બાઈ વળે ગળે ફાંસો ખાઇ ઘોંઘબા તાલુકાના કાલસર ગામ ના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે પાવાગઢ પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી મૃતકના વાલી વારસાને જાણ કરી અકસ્માત મોત નો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી એમ કરાવી તેમના પરીવાર ને સોંપયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના પાવાગઢ ની તળેટી માં આવેલ મોટી ઉભારવાન ગામ ના જંગલ ના ટેકરા ઉપર આવેલ લીમડા ના ઝાડની ડાળીએ એક યુવાને પોતાના શર્ટ ની બાઈ વળે ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા બનાવની જાણ પાવાગઢ પોલીસ ને કરતા ઘટના સ્થળે દોડી આવી યુવાન ની ઓળખ છતી કરતા આ યુવાન ઘોંઘબા તાલુકા ના કાલસર ગામ ના નાયક ફળીયા માં રહેતો 18 વર્ષીય વદેસીંગ શનાભાઇ નાયક હોવાનું જાણતા તેના પરીવાર ને બનાવ અંગે જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતક વદેસીંગ નાયક ના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી એમ કરાવી તેમના પરીવાર ને સોપ્યો હતો. વદેસીંગ એ કયા કારણોસર આત્મહત્યા કરી એ એક રહસ્ય બની ગયું હતું જોકે કોઈ કારણો સર લાગી આવતા આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી આવ્યું હતું.










