હાલોલની વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઇ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧.૭.૨૦૨૩
તા-30/06/2023 ને શુક્રવારના રોજ હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ માં ગૌરી વ્રત નિમિત્તે શાળામાં મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શાળાની ધોરણ 3 થી 8 વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો .તેમજ અલગ-અલગ મહેંદી ની ડિઝાઈન મૂકી ઉત્તમ કલાનું પ્રદશન શાળામાં આપ્યું હતું.સાથે વિદ્યાર્થીઓ ના ધોરણ પ્રમાણે ગ્રુપ બનાવી સ્પર્ધા નો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેમાં નિર્ણાયક તરીકે શાળાના સુપરવાઈઝર અલ્પાબેન શાહ અને મિલનકુમાર શાહ એ દરેક ગ્રુપ ને પ્રથમ,દ્વિત્ય, અને તૃત્ય નંબર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા .સાથે શાળાના આચાર્ય હર્ષાબેન શુક્લ એ પોતાની હાજરી આપી આ સ્પર્ધાને પારદર્શક બનાવી અને સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ માં વધારો કર્યો હતો.










