KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનનાં પીએસઓ નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો.ભાવભીની વિદાય અપાઈ

તારીખ ૩૦/૦૬/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ મથકે પીએસઓ તરીકે ફરજ બજાવતા પરમાભાઈ પુજાભાઈ વણકર પોતાની ૩૯ વર્ષની લાંબી સેવાઓ બજાવી વય મર્યાદા ને કારણે શુક્રવારે નિવૃત્ત થતા કાલોલ પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો હતો જેમા નિવૃત્ત થતા પરમાભાઇ નાં કુટુંબીજનો હાજર રહ્યા હતા સમસ્ત પોલીસ સ્ટાફ અને પીએસઆઈ જે ડી તરાલ દ્વારા પરમાભાઇ ની સેવાઓ ને બીરદાવી તેઓને સ્મૃતિ ચિન્હ આપી ભાવ ભરી વિદાય અપાઈ હતી પોલીસ કર્મચારીઓ એ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને સમગ્ર સ્ટાફ દ્વારા પરમાંભાઈ નું નિવૃત્ત ભરેલ જીવન શાંતિમય અને તંદુરસ્તી ભર્યુ નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી પરમાભાઈ એ પોતાની સેવાઓ ના સંસ્મરણ યાદ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button