
તા.૨૮/૬/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેરમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે મા.ટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ૦૧ જુલાઈ થી ૩૧ ઓગસ્ટ-૨૦૨૩ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.
હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથીયાર રાખવા પર અથવા બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, અથવા જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમો પડવા ગીતોગાવા કે વાદ્યો વગાડવા પર ચાઇનીઝ ચપુઓ સાથે રાખવા તથા વેંચાણા કરવા ઉપર પ્રતિબંધ મૂકયો છે. પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યો સામે પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.