
ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ વન ડે વર્લ્ડકપમાં એક રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્મા વન ડે વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બન્યો છે. રોહિત શર્મા એકમાત્ર બેટ્સમેન છે જેને વન ડે વર્લ્ડકપના ઇતિહાસમાં સિક્સરોની અડધી સદી પૂર્ણ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા પહેલા જ સિક્સર કિંગ બની ચુક્યો છે અને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે.
રોહિત શર્માએ ક્રિસ ગેલના રેકોર્ડને તોડતા નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, કારણ કે રોહિત શર્મા પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન છે જેને વર્લ્ડકપની ત્રણેય એડિશનમાં 50 કે તેથી વધારે સિક્સર ફટકારી છે. ક્રિસ ગેલે વર્લ્ડકપની 34 ઇનિગ્સમાં 49 સિક્સર ફટકારી હતી પરંતુ રોહિત શર્માએ 27મી ઇનિંગ્સમાં કમાલ કરી હતી. આ યાદીમાં ત્રીજુ નામ ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલનું છે. મેક્સવેલે અત્યાર સુધી 23 ઇનિંગ્સમાં 43 સિક્સર ફટકારી છે.
વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન
રોહિત શર્મા- 51 સિક્સર
ક્રિસ ગેલ- 49 સિક્સર
ગ્લેન મેક્સવેલ- 43 સિક્સર
એબીડી વિલિયર્સ- 37 સિક્સર
ડેવિડ વોર્નર- 37 સિક્સર