HALOLPANCHMAHAL

હાલોલ-બાસ્કા ગામે જાણીતી બ્રાન્ડ કાંતીકાકાની સોપારીની પ્રોડક્ટનો ભળતો લેબલવાળો જથ્થો મળી આવતા ચકચાર

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૨૮.૬.૨૦૨૩

હાલોલના હોલસેલ વેપારીએ સુરત ની કાંતીકાકાની સોપારી પ્રોડક્ટ નું મળતું ભળતું લેબલ વાળું બનાવી સોપારી વેચાણ કરતા હોવાને લઈ કાંતીકાકાની સોપારી ના માલિકે સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર કચેરીએ અરજી કરી મદદ માંગતા આજે હાલોલ તાલુકાના બાસ્કા ગામે આવેલ દુકાનમાં છાપો મારતા કાંતીકાકાની સોપારી પ્રોડક્ટ નું મળતું ભળતું લેબલ વાળો રૂ. 158000/- નો જથ્થો મળી આવતા હાલોલના વેપારી સામે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ચોર્યાસી ખાતે આવેલ મહાલક્ષ્મી કોમ્લેક્સ વિભાગ 2 માં રહેતા અને ઉમા સેલ્સ કંપની માં માલીક હસમુખભાઈ ભગવાનભાઇ પટેલ તમાકુ માવામાં ખાવા માટેની સોપારી કટિંગ કરી પેકીંગ કરી ગુજરાતમાં અલગ અલગ જગ્યા એ હોલસેલ કાંતિકાકાની સોપારી ના નામ થી વેચાણ કરે છે.અને તે અંગે કોપીરાઈટ રજીસ્ટ્રેશન કરાવેલ છે.જે ને લઇ આ પ્રોડક્ટ નું કોઈ મળતું ભળતું લેબલ વાળું બનાવી સોપારી નું વેચાણ કરે તો તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરી શકે જેને લઇ આ પ્રોડક્ટ નું કોઈ મળતું ભળતું લેબલ વાળું બનાવી સોપારી નું વેચાણ કરતુ હોવા અંગે ની જાણ થતા સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર કચેરીએ અરજી કરી મદદ માંગતા અંગત બાતમીદારો દ્વારા તપાસ કરી સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ સાથે આજે હાલોલ તાલુકાના બાસ્કા ગામે આવેલ કિરણભાઈ મહેશભાઈ જયસ્વાલ રહે. હાલોલ નાઓ રાકેશભાઈના કબજા ભોગવટાની જગ્યા ઉપર છાપો મારતા કાંતીકાકા ની સોપારી ની મંજૂરી વગર કિરણભાઈ કાંતીકાકાની સોપારીના કોપીરાઈટ ની મંજૂરી વગર તે પ્રોડક્ટ નું મળતું ભળતું લેબલ વાળા માં સોપારી પેકીંગ કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે અલગ અલગ મોટા પાઉચો ના થેલા મળી આવતા પોલીસે રૂ.158000/- નો જથ્થો ઝડપી પાડી કિરણભાઈ મહેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.

 

[wptube id="1252022"]
Back to top button