
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
પ્રાણીન ફાઉન્ડેશન ગુજરાત દ્વારા ગુજરાત ના અલગ અલગ વિસ્તારો માં જીવદયા લઈ ને ખુબ પ્રશંસીય કામગીરી કરવામાં આવે છે. જ્યારે આ સંગઠન દ્વારા અગાઉ કતલ ના ઈરાદા થી મહારાષ્ટ્રના માલેગાંવ કતલખાને જતા ૧૭૦ જેટલા ઊંટ ને લઇ જવાય રહ્યા હતા. ત્યારે આ ઊંટ ને પ્રાણિન ફાઉન્ડેશનની ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતા. જેને સરકારશ્રીના આદેશ મુજબ પરત રાજસ્થાન મોકલવામાં આવી રહ્યા હતા.જેમાંના ૧૮ જેટલા ઊંટો નાતંદુરસ્ત હાલતમાં હતા.
જે વાંસદા ના લાખાવાડી ગામે પ્રાણીન ફાઉન્ડેશન ટીમના કૈલાશ ભાઇ કુમાવાત ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.જે સ્વસ્થ થતાં પ્રાણીન ફાઉન્ડેશનની ટીમે નેહાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ત્રણ ટ્રકોમાં ભરી ગત રોજ રાજસ્થાન પરત મોકલી આપવામાં આવેલ છે. જ્યારે પ્રાણીન ફાઉન્ડેશન ગુજરાત દ્વારા ગુજરાત માં અનેક જગ્યાએ ઊંટ ને કતલ ના ઇરાદે લઈ જતાં હોય એનો બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ ઉદભવે છે કે સરકાર આ બાબત ક્યારે ધ્યાન પર લેશે. જ્યારે ઊંટો નું રક્ષણ રાજસ્થાન સરકાર માટે શું પડકાર રૂપ બની રહ્યું છે? આ ઊંટો રાજ્સ્થાન થી ગુજરાત થઈ મહારાષ્ટ્રના અલગ અલગ કતલ ખાના માં લઇ જવાય છે. ત્યારે સરકાર બાબત ને ધ્યાન માં લઇ કોઈ નક્કર પગલાં લેશે ખરા ?
બોક્સ:૧
પ્રાણીન ફાઉન્ડેશન ગુજરાત ટીમ ના વલસાડ ના દિનેશ ભાઈ જ્યારે વાંસદા ના કૈલાશ ભાઈ તેમજ વાંદરવેલા ગામના ચિંતન સિંહ દ્વારા મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાયા ઊંટો ને રાજ્સ્થાન પરત લઈ જવાતા હતા એ ઊંટો બીમાર થઈ જતા સારવાર કરી પરત મોકલાયા હતા.
:- નેહા પટેલ પ્રાણીન ફાઉન્ડેશન ગુજરાત