BANASKANTHAPALANPUR

પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટની વિનયમંદિરમાં શાળા પંચાયતની ચૂંટણી સૌપ્રથમવાર જાતે બનાવેલ ઈવીએમ મશીન દ્વારા યોજાઈ

28 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યામંદિર શાળા દ્વારા દર વર્ષે કોઈ એક વૈશ્વિક સમસ્યાના સમાધાન શોધવા પર પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષ દરમ્યાન કલાયમેટ ચેન્જ એ આ વર્ષનો વિષય છે, જેમાં કાગળનો વપરાશ સદંતર બંધ કરી ઈવીએમ દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું .22 ઉમેદવારો માટે મતદાન યોજાયું હતું.પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શાળામાં આજે બુધવારે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 22 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. દર વખતે બેલેટ પેપરથી ચૂંટણી યોજાય છે. પરંતુ આ વખતે વિદ્યામંદિર દ્વારા નવતર અભિગમ સાથે હિતેનભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ બાળકોએ જાતે જ ઇવીએમ મશીન તૈયાર કરી ઇવીએમ મશીન દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી.પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શાળાઓ દર વર્ષે કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતી હોય છે જેના ભાગરૂપે બાળકોમાં કાગળનો નહિવત ઉપયોગ કરી કેવી રીતે પર્યાવરણને બચાવી શકાય તેમંજ ઇવીએમ દ્વારા કઈ રીતે મતદાન થઈ શકે છે તે અંગે જાગૃતિ આવે તેવા હેતુથી આ વખતે શાળા પંચાયતની ચૂંટણીમાં વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ ઈવીએમ મશીન તૈયાર કરી તેનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શાળામાં યોજાયેલી શાળા પંચાયતની ચૂંટણીમાં 22 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાઈ હતી. જેના માટે 500 જેટલા વિદ્યાર્થીઓએ ઇવીએમ મશીન મારફત મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ અંગે શાળાના આચાર્ય અલ્કાબેન સોનીએ જણાવ્યું હતું કે આમ તો 18 વર્ષે બાળકને વોટીંગ કરવા મળતું હોય છે પરંતુ વોટીંગ કેવા પ્રકારે કરવામાં આવે તે માટે તેમજ દર વખતે શાળા દ્વારા બેલેટ પેપરથી વોટીંગ કરાવવામાં આવતું હતું જેમાં કાગળનો પણ બગાડ થતો હતો, જે પર્યાવરણ માટે હાનિકર્તા છે. જેથી આ વખતે નવતર અભિગમ અપનાવી બેલેટ પેપર ની જગ્યાએ વિધ્યાર્થીઓ દ્વારા જાતે બનાવેલ ઇવીએમ મશીન મારફત મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓએ ઈવીએમ માં પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button