હાલોલ-પટેલ સમાજના દિકરાની પુણ્યતીથી નિમિત્તે આયોજીત રકતદાન કેમ્પમાં 51 બોટલ રકત્ એકત્ર કરવામા આવ્યું

તા.૨૭.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલના પટેલ પરિવારના દીકરાની આઠમી વાર્ષિક પુણ્યતિથી ને લઇ હાલોલના નગર પાલિકા કોમ્યુનિટી હોલ ખાતે શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલિકેબ શોશયલ વેલ્ફર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર તેમજ ઇન્દુ બ્લડ બેંક નાં સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન બપોરે ૪:૦૦ થી ૭:૦૦ કલાક સુધી યોજવામાં આવ્યો હતો.જેમાં ૫૧ રક્ત દાતાઓ એ રક્ત દાન કર્યું હતું.આ પ્રસંગે હાલોલના સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.હાલોલના કંજરી રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા બાબુભાઈ પટેલ (તલાટી) નાં પુત્ર સ્વ.જયદેવ પટેલ ની આજે આઠમી વાર્ષિક પુણ્યતિથી હોવાને લઈ તેઓ રક્ત દાન એ મહાદાન, રક્તનો એક બુંદ કોઈનો જીવ બચાવી શકે તેવા એમ સાથે તેઓ દ્વારા હાલોલ નગર પાલિકા કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતુ.આ પ્રસંગે લોકો પુણ્યતિથી ને લઇ ૫૧ રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.હાલોલ નગર ખાતે છેલ્લા ઘણા સમયથી બ્લડ બેંક ની જરૂરિયાત હતી જેને લઇ શ્રિ હાલોલ મહાજન આરોગ્ય મંડળ દ્વારા અથાર્થ પ્રયત્નો થી પોલીકેબ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર ઇન્દુ બ્લડ બેંક વડોદરાના સહયોગથી શરૂ કરવામાં આવેલ જેના ભાગરૂપે આજે આ પટેલ પરિવાર તેમના પુત્રની વાર્ષિક પુણ્યતિથી એ રક્ત દાન શિબિરનું આયોજન કર્યું હતું.











