ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી લઘુમતી વિંગના જોઈન્ટ સેક્રેટરી તરીકે હમીદુલ્લા શેખ ની નિમણૂક.

તારીખ ૨૫ જૂન
વાત્સલ્યમ્ સમચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના પ્રમુખ ફન્ટલ પ્રવિણ રામ અને માઈનોરીટી વિગ પ્રમુખ અમજદખાન પઠાણ એ ચર્ચા-વિચારણા કરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ શહેર સ્થિત દરિયાપુર વિસ્તારમાં સેવાભાવી સમાજનાં દરેક કાર્યમાં મદદ રૂપી લોકોના પડખે રહી લોક પ્રશ્નોને વાચા આપતા એવા હમીદુલ્લાભાઇ શેખ ની ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી લઘુમતી વિંગના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક બદલ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો સહિત પાર્ટીના હોદેદારો તેમજ તમામ વર્ગ ના લોકોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા અને અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી લઘુમતી વીગ ના પ્રમુખ તરીકે ગુલામફરીદ શેખ ની નિમણૂક થતાં સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઓ મા ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે.










