KHEDAMATAR

તાલુકા શિક્ષણ અધિકારી 5000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ખેડાના માતર ખાતે તાલુકાના શિક્ષણ અધિકારી ACBની ટ્રેપમાં 5000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. તાલુકા શિક્ષણ અધિકારી કોમલ પાંડવએ ઉચ્ચ પગાર ધોરણમાં થતી ખામીને દૂર કરવા માટે લાંચ માંગી હતી. મહત્વનું છે કે, આ અગાઉ પણ કોમલ પાંડવ લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવા લાંચિયા અધિકારી સામે ક્યારે નક્કર કાર્યવાહી કરવામાં આવે છે?

ઉલ્લેખનીય છે કે, ઉમરગામના નારગોલ પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ રૂ.20 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો હતો. લાંચીયા પોલીસ હેડ કોન્સ્ટેબલે મોપેડમાંથી દારૂની બે બોટલ પકડી પાડ્યા બાદ દારૂનો ગુનો નહીં નોંધવા, મોપેડ અને મોબાઇલ જમા નહીં કરવા રૂ.70 હજાર નક્કી કરી રૂ.50 હજાર પડાવી લીધા હતા.

મહત્વનું છે કે, વાપીના ચંડોર ગ્રામ પંચાયતના સરપંચ મયુરી પટેલ અને પતિ મુકેશ પટેલ સામે ફ્લેટની આકરણી કરવાની કામગીરી માટે રૂ.1 લાખની લાંચ લેવાના મામલે ગુનો નોંધાયા બાદ વધુ એક લાંચનો કેસ નોંધાયો છે.

[wptube id="1252022"]
Back to top button