GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ફોન ઉપર વાત કરવાની ના પાડતા  શખ્સ દ્વારા પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં ફોન ઉપર વાત કરવાની ના પાડતા  શખ્સ દ્વારા પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં પરિણીતાના ફોનમાં અજાણ્યા શખ્સનો મિસકોલ આવતા, મિસકોલ નંબર ઉપર શખ્સ સાથે વાત કરી પરિચયમા આવ્યા બાદ દરરોજ ફોનમાં વાતનો સિલસિલો ચાલુ રહ્યો હતો જે થોડા દિવસો બાદ પરિણીત મહિલાએ ફોન કરવાની ના પાડતા આરોપી શખ્સ દ્વારા મહિલાને વારંવાર ફોન કરી તેના પતિને મારી નાખવાની ધમકી આપતા આખરે પરિણીતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી શહેરમાં રહેતી મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી શાબ્બીરભાઈ રહે.રણછોડનગર મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ભોગ બનનાર મહિલાના ફોનમાં આજથી દોઢેક મહિના પહેલા આરોપીના મોબાઇલ નંબરથી મિસકોલ થઇ ગયા બાદ ફરિયાદી મહિલા તથા આરોપી એકબીજાના પરીચયમાં આવ્યા હતા અને ફોનનો સિલસિલો ચાલુ થયા બાદ ફરીયાદી મહિલાએ ફોનમા વાત કરવાની ના પાડતા આરોપીને તે સાર ન લાગતા આરોપી દ્વારા વારંવાર ભોગ બનનાર મહિલાને ફોન કરીને ફોનમા વાત કરવા દબાણ કરી બેફામ ગાળો આપીને વાત કરવા ધમકાવી મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button