HALOLPANCHMAHAL

હાલોલ:-જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રીફલીંગનૂં કૌભાંડ,બે આરોપીઓને પોલીસે દબોચ્યા,52,820નો મૂદ્દામાલ જપ્ત

તા.૨૩.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ઘરેલું LPG ગેસનું ગેરકાયદેસર રિફીલિંગ કરવાના કૌભાંડનો હલોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. આખરે ગેસ રિફીલિંગનું આ કૌભાંડ કોણ ચલાવી રહ્યું હતું અને કેવી રીતે ચાલતું હતું સમગ્ર રેકેટ હાલોલ ટાઉન પોલીસે હાલોલ જીઆઇડીસી વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે LPG ગેસ રીફીલીંગ કરતા 2 આરોપીઓને કુલ રૂા.52,820 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ટાઉન પોલીસનાં પીઆઈ કે.એ.ચૌધરી ને ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ જીઆઇડીસી નજીક આવેલ પનોરમાં ચોકડી પાસે એક ઓરડીઓમાં અનઅધિકૃત રીતે એક દુકાનમાં ગેર કાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરવાનું કોભાંડ ચાલી રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે તે જગ્યાએ છાપો મારી પોલીસે LPG બોટલ માથી રિફિલીંગ કરતા બે ઇસમો તોફિક સલીમભાઈ મન્સૂરી તેમજ તોસીફ ફારુકભાઈ મન્સૂરી બંને રહે.કાલોલ નાઓને રૂ.52,820 ની કિંમતની નાની મોટી ગેસ ની બોટલનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button