JETPURRAJKOT

રાજકોટના કલારસિકોને જૂના ફિલ્મી ગીતોની લાઇવ રજૂઆતનો લાભ લેવા અનુરોધ

તા.૨૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ સ્થિત મહેન્દ્ર કપૂર ફેન કલબના સંચાલક શ્રી સત્યમ ત્રિવેદીની યાદીમાં જણાવાયા મુજબ તા. ૨૩મી જૂન ૨૦૨૩ના રોજ ભક્તિનગર પાસે આવેલા રાજકોટ એન્જીનીયરીંગ એસોસીઅશન હોલ ખાતે સંગીતનો પ્રોગ્રામ વાજીંત્રો સાથે રજૂ થશે. જેમાં ૧૯૫૦, ૬૦ અને ૭૦ના દાયકાના મધુર અને સેમી ક્લાસીકલ ગીતો કમ્પોઝીશન સાથે કુ. સોનલ થાપા, કુ. રોશની સીંગર, શ્રીમતી ગીતા ગઢવી, શ્રીમતી જીજ્ઞાસા ગજ્જર અને ખુદ શ્રી સત્યમ ત્રિવેદી આ વીણેલા મોતી સમાન અતિ કર્ણપ્રિય ગીતોને પોતાનો અવાજ આપીને આબેહુબ રીતે રજુ કરશે.

આ પ્રોગ્રામનું ટાઈટલ ‘‘વન્સ ઈન અ બ્લ્યુ મુન – ૪’’ છે. આ પહેલા અનુક્રમે ૧, ૨ અને ૩ મણકાઓ સફળતાપૂર્વક રજુ થઇ ચૂક્યા છે. ઉત્તમ પ્રકારના સંગીતના એક કાર્યક્રમમાં ખપાવી શકાય તેટલી કાળજી અને મહેનત લઈને બે થી ત્રણ મહીનાની જંગેજહેમત પછી આ પ્રોગ્રામનું લોકાર્પણ કરાય છે. જેમાં શ્રી રાજુભાઈ ત્રિવેદી અને શ્રી રૂષીક પરમાર (કી બોર્ડ), શ્રી જીમી વ્યાસ (ગીટાર), શ્રી હિતેષ ઢાકેશા (ઓકટોપેડ પર), શ્રી કલીમ શેખ (તબલા ), શ્રી મહેશ ઢાકેશા (કોંગો બોગો ઢોલક ), શ્રી પ્રકાર વાગડિયા (સાઇડ રિધમ, પરકયુસન) અને શ્રી આરીફ ડેલા (સાઉન્ડ એન્જી.) પોતપોતાની કળાની ઝાંખી શ્રોતાઓને પીરસશે.

‘‘વન્સ ઈન અ બ્લ્યુ મુન’’ નો અર્થ ‘‘ક્યારેક’’ – ‘‘કદાચ’’ – ‘‘કવચિત’’ એટલે કે ક્યારેક જ સાંભળવા મળતા ગીતો આ પ્રોગ્રામમાં રજૂ થશે તો લોકોએ લાભ લેવા પ્રોગ્રામ ઓર્ગેનાઈઝેર શ્રી સત્યમ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button