GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના યુવા અને આશાસ્પદ પત્રકાર રવિભાઈ ભડાણીયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા અને આશાસ્પદ પત્રકાર રવિભાઈ ભડાણીયાનો આજે જન્મદિવસ છે. તા. ૨૮ નવેમ્બરના રોજ જન્મેલા રવિભાઈ ભડાણીયા યુવાન વયથી જ પત્રકારત્વમાં ખુબ જ શોખ હોવાથી યુવાન પત્રકાર તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે.

તેઓ ગુજરાત યુનિવર્સીટીમાં માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોયુમ્યુનિકેશનનો અભ્યાસ કરી તેઓ એન્કર અને પોલિટિકલ રિપોર્ટર તરીકે પત્રકારત્વ ક્ષેત્રમાં જાણીતી ખાનગી ન્યુઝ ચેનલમાં એંકર, ક્રાઇમ રિપોર્ટર,પોલિટિકલ રિપોર્ટિંગ,ગાંધીનગર સચિવાલય,દિલ્હી પાર્લામેન્ટ સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત જાણીતા મહાનુભાવોને પણ મળ્યા છે અને હાલ તેઓ આજકાલ ન્યૂઝના બ્યુરોચીફ તરીકે તેમજ ઇન્ડિયન એક્સપ્રેસ અને આર.આર ગુજરાતના ફાઉન્ડરની જવાબદારી નિભાવી રહ્યા છે. પોતાના મળતાવડા સ્વભાવને કારણે તેઓ પોલીસ વિભાગ, સરકારી અધિકારીઓ સાથે નાની વય હોવા છતાં ધરોબો ધરાવી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો, પત્રકાર મિત્રો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button