HALOLPANCHMAHAL

હાલોલ પંથકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

તા.૨૧.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

21 મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ,વિશ્વ યોગ દિવસ ને આજે સમગ્ર વિશ્વમાં નવમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેનો શ્રેય આપના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના શિરે જાય છે.અને ભારતીય સંસ્કૃતિની આ બહુમૂલ્ય ધરોહર ને વિશ્વસ્તરે પહોંચાડી છે. આપણે સૌ જીવન પર્યત યોગને આપણા જીવનનો હિસ્સો બનાવાનો દ્રઢ સંકલ્પ કરી સ્વસ્થ ગુજરાત,અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ સંકલ્પ સાથે વિશ્વ યોગ દિન અંતર્ગત આજે હાલોલ નગર સહિત તાલુકામાં 3000 ઉપરાંત યોગ સાધકોએ યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.જે અંતર્ગત હાલોલ ખાતે કૃષિ યુનિવર્સિટી હાલોલ ખાતે હાલોલના સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો યોગ દિવસઃની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વાઇસ ચાન્સેલર ટીમ્બડીયા, કંજરી સ્ટેટ યુવરાજ અને સહકારી સંઘના ડિરેક્ટર મયૂરધ્વજસિંહજી પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ સહીત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જયારે હાલોલ નગર પાલીકા દ્વારા પાલીકાના મુખ્યધિકારી હિરલબેન ઠાકરની અધ્યક્ષતા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલીકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ સહીત પાલીકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જયારે ગોધરા રોડ સ્થિત વી.એમ.શાહ સ્કૂલ માં હાલોલ મામલતદાર ની અધ્યક્ષતામાં યોગ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.જયારે હાલોલ તાલુકામાં આવેલ ગંગા તલાવડી પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય ની ઉપસ્થિતિમાં તેમજ નગરની દરેક શાળાઓ માં આજે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ હાલોલ ૧૦૮ એમ્બ્યુંલન્સ નાં કર્મચારીઓ એ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગ અભ્યાસમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, શીક્ષકો,તેમજ વાલી મિત્રો અને નગરજનોએ ભાગ લીધો હતો.

 

[wptube id="1252022"]
Back to top button